Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભેસાણના વિશળ હડમતીયા ગામની ધો. ૧૨ની વિદ્યાર્થીનીની આત્મહત્યા

કંઇ યાદ રહેતુ ન હોય ઝેરી દવા ગટગટાવી બાદમાં અગ્નિસ્નાન કર્યું

 

 

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૯ : ભેસાણના વિશળ હડમતીયા ગામની ધો. ૧૨ની એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી.

ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામના વિનુભાઇ ગાંડુભાઇ કંડોલીયાની ૧૭ વર્ષીય પુત્રી પ્રિયંકા ધો. ૧૨માં અભ્યાસ કરતી હતી.

પરંતુ પ્રિયંકાને અભ્યાસમાં કંઇ યાદ રહેતુ ન હોવાથી બુધવારની રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી બાદમાં પોતાના શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જતાં તેણીને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ગઇકાલે સાંજે સારવાર દરમિયાન પ્રિયંકાનું મોત થતાં તેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી. બીજા બનાવમાં જૂનાગઢમાં દાતાર રોડ પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રૌઢ રામજીભાઇ વિરાભાઇ સાગઠીયાનું કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મોત થતાં એ-ડીવીઝન પી.એસ.આઇ. એન.વી.આંબલીયાએ તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)