Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

પ્રજાનો વિશ્વાસ કાર્યકરોની મહેનત એજ મારો વિજય : કીરીટ પટેલ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા)પાટણ,તા.૯ : પાટણ વિધાનસભા બેઠક ઉપર ભવ્ય વિજય પ્રાસ કરનાર ર્ડા.કીરીટ પટેલે આ વિજયને પ્રજાનો વિશ્વાસ અને કાર્યકરોની મહેનતને ગણાવી સૌનો આભાર વ્યકત કર્યો હતો.

જવલંત વિજય મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વધુમાં જણાવ્યું કે   ગતટર્મમાં મેં પાંચ વર્ષ સુધી પ્રજાની વચ્ચે જઇને કામો કર્યા છે અને પ્રજાનો -પ્રેમ અને વિશ્વાસ કેળવ્યો છે. આગામી વર્ષ મારે આ વિસ્તારના કામો કરવા છે કેટલાક અધુરા કામો પૂરા કરીશ.  તમામ મતદાર ભાઇ-બહેનો મારા અડીખમ  કાર્યકરો, મિત્રો, સ્નોહીઓ, શુભેચ્છકોનો ખૂબ-  આભારી છું. હુ પાટણ પંથકના અધુરા કામો તેમજ લોકોયોગી વિકાસ કામો માટે આગામી વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવીશ પ્રજાનો - પ્રેમ ફરી સંપાદન કરવા મારા  પ્રયત્નો હરહંમેશ રહેશે.  પ્રજાના કામે હું લડતો હતો અને લડતો રહીશ. તેઓએ સૌ કાર્યકરોનો આભાર વ્યકત કર્યાે હતો.

(4:21 pm IST)