Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

યુનોમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી : તકતીનું અનાવરણ

રાજકોટ : સંયુકત રાષ્ટ્ર સંઘ (યુનો) ખાતે પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને યુનાઇટેડ નેશન્સ અલાયન્સ ઓફ સીવીલાઇઝેશન્સના પ્રતિનિધિ શ્રી મિગ્વેલ મોરેટીનોસ દ્વારા વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સંવાદિતા સ્થાપવા અંગે છણાવટ કરાઇ હતી. ભારતના યુનો  ખાતેના કાયમી પ્રતિનિધિ એવા રૃચિરા કંબોજ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યોને યાદ કરી અંજલી અપાઇ હતી. વર્લ્ડ કાઉન્સીલ ઓફ રીલીજીયસ લીડર્સના સેક્રેટરી જનરલ શ્રી બાવા જૈન, સેજલબેન પટેલ, ન્યુયોર્ક યુનિવર્સીટીના મેડીકલના વિદ્યાર્થી એવા રીયા સોની તથા ટોરેન્ટો સ્કુલના પ્રિન્સીપાલ આરતી પટેલે બીએપીએસની વિવિધ પ્રવૃત્તિઓને વર્ણવી હતી. અંતમાં બીએપીએસ બાલવૃંદ દ્વારા વૈદિક શાંતિ પાઠનું ગાન કરવામાં આવેલ. આ તકે વેસ્મીનીસ્ટર સીટી કાઉન્સીલ લંડન દ્વારા પ્રમુખસ્વામી મહારાજની તકતીનું વિકટોરીયા ગાર્ડન ખાતે અનાવરણ કરવામાં આવ્યુ હતુ.  તકતીમાં 'નીઝડન મંદિરના સર્જક પૂ. પ્રમુખ સ્વામી મહારાજની (૧૯૨૧-૨૦૧૬) પાવનસ્મૃતિમાં તેઓની માનવજાત પ્રત્યેની નિસ્વાર્થ સેવાને અર્પણ' એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

(4:14 pm IST)