Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

એસ્‍ટ્રોન ચોક પાસેથી ગણેશ અને કરણ ચોરાઉ બાઇક સાથે પકડાયા

એ-ડીવીઝન પોલીસે બંનેને દબોચ્‍યા

રાજકોટ, તા. ૯ : શહેરના એસ્‍ટ્રોન ચોક પાસેથી એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે બે શખ્‍સોને ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એસ્‍ટ્રોન ચોક પાસે બે શખ્‍સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા અને સાગરદાનભાઇ દાંતીને બાતમી મળતા એસ્‍ટ્રોન ચોક પાસેથી ગણેશ લક્ષ્મણભાઇ સોની (ઉ.વ.ર૪) (રહે. યાજ્ઞિક રોડ જાગનાથ પ્‍લોટ-ર) અને કરણ ઉજનસીંગ ટમટા (નેપાળી) (ઉ.વ.રપ) (રહે. ભગતસિંહ ગાર્ડન પાસે આવાસ યોજના કવાર્ટર નં. ૯૮ યુનિવર્સિટી રોડ) ને જી.જે. ૬ ડીએસ-૩૭૯૩ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ કામગીરી પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જી.એન. વાઘેલા, વી.એસ. ચૌહાણ, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ, એમ.વી. લુવા, હેડ કોન્‍સ કરણભાઇ, કોન્‍સ. જયરાજસિંહ, જગદીશભાઇ, કેતનભાઇ, સાગરદાનભાઇ, ભગીરથસિંહ, હરપાલસિંહ, હરવિજયસિંહ તથા રમેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:09 pm IST)