Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

લેન્‍ડ લોઝ જજમેન્‍ટસ

પુસ્‍તક પરિચય

કાયદાકીય જ્ઞાન, માહિતી અને જાણકારી પુરી પાડતું ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતું ગુજરાતનું અગ્રગણ્‍ય માસિક...

 ‘માસિક લેન્‍ડ લોઝ જજમેન્‍ટસ' ગુજરાતમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ દેશભરની તમામ નામદાર હાઇકોર્ટો દ્વારા નિર્ણિત મહત્‍વના ચુકાદાઓ, કેસની સમરી તથા ઉપયોગી મહત્‍વપૂર્ણ પરિપત્રો અને માહિતીસભર લેખો સહિતનું દળદાર મેગેઝિન છે. અનુભવી અને કાયદાકીય વિષયના નિષ્‍ણાંત એડવોકેટ શ્રી નજમુદીન મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ માહિતીસભર માસિક ભવિષ્‍યમાં પણ લોકોપયોગી બની રહે તેવા હેતુથી રેઇન્‍બો પબ્‍લિેકશન દ્વારા દર મહિને પ્રસિદ્ધ કરવામાં આવે છે.

સ્‍થાવર મિલકતને સંબંધિત કાયમી મનાઇ હુકમ અને માલિકી હકકની જાહેરાતના દાવા માટેના આવશ્‍યક તત્‍વો પર આધારિત કેસો, સરકારી જમીનોની ફાળવણીમાં આચરવામાં આવેલ ગેરરીતિ, ઢીલાશ અને મેળાપીપણાના પરિણામો દર્શાવતા કેસ, આ ઉપરાંત અન્‍ય ખૂબજ મહત્‍વના કાયદાકીય જ્ઞાન આપતા ચુકાદાઓ જેમકે, હરાજીથી થયેલ વેચાણ રદ થાય અને તેના બદલામાં સફળ બોલી બોલનારા ખરીદદારને અમુક રકમ મળે, તો તે આવક વેરા અધિનિયમ હેઠળ કરપાત્ર બને કે કેમ, પૂર્વનિર્ણયનો સિદ્ધાંત, દેણદાર- લેણદારનો સંબંધ, ઓડીટ વાંધાના કારણસર દસ્‍તાવેજની નોંધણી અને મુકિત અંગેની માહિતી, વસિયત તથા વારસાઇ અંગેના ચુકાદાઓ,  મિલકતોના વિભાજન અંગેની સ્‍પષ્‍ટતા, સગીરની કસ્‍ટડી, મિલકત તબદીલી નોંધણી સ્‍ટેમ્‍પ અધિનિયમ પર આધારિત ચુકાદાઓ, નવી શરતની જમીન અંગે કાયદાકીય જોગવાઇઓનો સમાવેશ કરેલ છે અને આ ઉપરાંત રોજબરોજના જીવનમાં ભાષામાં આવરી લેવામાં આવ્‍યા છે.

આમ, આ માસિક કાયદાના સાગરમાં વ્‍યવસાયિક બિન-વ્‍યવસાયિક, ગ્રામીણ પ્રજાજનો, સામાન્‍ય જનતા, જમીનના લે-વેચ સાથે સંકળાયેલ વ્‍યકિતઓ માટે ખૂબજ ઉપયોગી માસિક છે. આ મુજબ છે. પ્રકાશકઃ રેઇનબો પબ્‍લિકેશન, સુરત-૩૯૫ ૦૦૧, લવાજમ ૧ વર્ષ રૂા.૩૦૦૦,  લેખકઃ ચીફ એડીટર શ્રી નજમુદીન મેઘાણી(એડવોકેટ એન્‍ડ નોટરી), પ્રાપ્તિસ્‍થાનઃ મોહનલાલ ડોસાભાઇ શાહ, બુકસેલર, નાગરીક બેન્‍ક(મેઇન)ની સામે, જયુબેલી માર્કેટ રોડ, રાજકોટ મો. ૯૩૭૪૧ ૦૩૬૯૬

(4:04 pm IST)