Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે નવા જ કન્સેપ્ટ સાથે 'ઘરોંદા ગેલેરી'નો સોમવારથી શુભારંભ

રાજકોટઃ શહેરના રેસકોર્ષ રીંગરોડ ઉપર સબ- વે પાસે, જે.પી.સેફાયર ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ ઘરોંદા ગેલેરીનો પ્રારંભ થઈ રહ્યો છે.

રાજકોટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો જ કન્સેપ્ટ શરૃ થઈ રહ્યો હોય આ અંગે માહિતી આપવા તા.૧૦ના શનિવારે સવારે ૧૧:૩૦ વાગ્યે પત્રકાર પરીષદનું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.૯૭૩૬૦ ૯૭૨૬૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

આ અંગે અકિલા કાર્યાલયે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપતા શ્રી કલ્પેશ પલાણ (ગેલેકસી હોટેલના ઓનર), શ્રી સાગર તન્ના (શુભમ ગ્રુપ) અને શ્રી રાજુભાઈ પોબારૃ (રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ) નજરે પડે છે.

(4:51 pm IST)