Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

બાર એસો.ની ચુંટણીમાં સીનીયર વકીલોની RBA પેનલને પ્રચંડ સમર્થન

સીનીયર એડવોકેટ લલિતસિંહ શાહીની પેનલ દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરાયું: એમ.એ.સી.પી. બાર, ફેમીલી કોર્ટ, ડીસ્‍ટ્રીકટ કોર્ટ, ફાસ્‍ટ ટ્રેક કોર્ટ, સિવિલ-ફોજદારી કોર્ટના વકીલોનો સંપર્ક કરતાં આર.બી.એ. પેનલને ટેકો જાહેર કરતાં વકીલો

રાજકોટ તા. ૯: RBA પેનલ દ્વારા ક્રીમીનલ કોર્ટ, સીવીલ કોર્ટ, MACP બાર, ડિસ્‍ટ્રીકટ કોર્ટ, ફેમેલી કોર્ટમાં આજથી પ્રચાર કાર્ય પુરજોશમાં શરૂ થતા સર્વત્ર આવકાર સાથે સીનીયર-જુનિયર વકીલોએ પેનલને પ્રચંડ બહુમતિથી ચુંટી કાઢવા આવકાર આપેલ હતો.

રાજકોટ બાર એસો.ની આગામી તા. ૧૬-૧ર-ર૦રર ના રોજ વર્ષ ર૦ર૩ ના હોદેદારોની ચુંટણી થવા જઇ રહી છે ત્‍યારે  RBA પેનલના નેજા હેઠળ સીનીયર એડવોકેટશ્રીઓની પેનલે ચુંટણીમાં જંપલાવ્‍યું છે. જેમાં પ્રમુખ તરીકે ક્રમ નં. ૩ ઉપર શાહી લલીતસિંહ જે., ઉપપ્રમુખ ક્રમ નં. ૧ ઉપર પટેલ નલિન જે. સેક્રેટરીમાં ક્રમ નં. ૧ પર દિલીપભાઇ જોષી, જોઇન્‍ટ સેક્રેટરી તરીકે ક્રમ નં. ૧ પર રાણા જે. એફ., ટ્રેઝરરમાં ક્રમ નં. ર ઉપર સખીયા કિશોરભાઇ, મહિલા કારોબારી સભ્‍ય તરીકે અનામત સીટ ઉપર ક્રમ નં. ર ભટ્ટ ગીરીશભાઇ, ક્રમ નં. પ પર ગાંગાણી જયંતકુમાર, ક્રમ નં. પ પર ગોંડલીયા તુલસીદાસ, ક્રમ નં. ૬ પર જોષી જીજ્ઞેશભાઇ, ક્રમ નં. ૧૧ પર કોટેચા બીપીનભાઇ ક્રમ નં. ૧ર મહેતા બીપીનભાઇ, ક્રમ નં. ૧૪ મહર્ષીભાઇ પંડયા, ક્રમ નં. ૧૮ રામાણી ગોરધનભાઇ (જી.એલ.), ક્રમ નં. ર૮, ઠાકુર ઘનશ્‍યામભાઇ સહિતના રાજકોટના ટોપમોસ્‍ટ સીનીયર એડગવોકેટશ્રીઓની પેનલ દ્વારા ચુંટણીમાં ઉમેદવારી કરવામાં આવેલ છે.

જે RBA પેનલના તમામ ઉમેદવારો દ્વારા રાજકોટ મોચી બજાર કોર્ટ, સીવીલ કોર્ટ, ફેમીલી કોર્ટ, MACP બાર, ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં ડોર ટુ ડોર ફરી પુરજોશમાં પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવેલ હતું. જેમાં આજરોજ તમામ મતદાર એડવોકેટશ્રીઓ સમગ્ર RBA પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટેનો કોલ આપેલ હતો. MACP બારના  પ્રમુખશ્રી એ. કે. જોષી અને સેક્રેટરી વિશાલભાઇ ગોસાઇ દ્વારા રૂબરૂ મુલાકાત દરમ્‍યાન સમગ્ર પેનલને  MCACP બાર તરફથી પોતાનો ટેકો જાહેર કરેલ હતો.

આ સમયે પ્રચારમાં રાજકોટના સીનીયર-જુનીયર એડવોકેટ મિત્રો શ્રી ધીમંત જોષી, એ. કે. જોષી, સંજયભાઇ વ્‍યાસ, ડી. સી. રાવલ, પીયુષ શાહ, સંજયભાઇ બાવીશી, કમલેશ રાવલ, પરેશભાઇ મારૂ, કમલેશ ઠાકર, એલ. જે. રાઠોડ, ભરત હીરાણી, તુષાર બસલાણી, અજયસિંહ ચૌહાણ, સંદિપ વેકરીયા, સુરેશ ફળદુ, ચેતના કાછડીયા, રેખાબેન પટેલ, સકુંતલાબેન પરમાર, નમીનબિન ડોડીયા, સી. એમ. દક્ષીણી, ડિમ્‍પલ મોદી, કલ્‍પના ખોલીયા, રીતીકા ગરાલા, મીનલ સોલંકી, નીતીન અમૃતીયા, કૈલાશ જાની, અભિજીક શુકલા, ભગીરથસિંહ ડોડીયા, મીનાબેન રાવ, કપીલ શુકલ, કિર્તી નકુમ, હિમાશું પારેખ, જાવી પારેખ, કીરીટસિંહ જાડેજા, જીતેન્‍દ્ર, દિવ્‍યેશ મહેતા, પીયુષ ઝાલા, હરેશ પરસોંડા, કેતન જેઠવા ઉપરાંત અશોકસિંહ વાઘેલા, જય પીઠવા, કિશન અભાણી, આદિત્‍ય ગોસ્‍વામી, પથીક દફતરી, ભાવિન દફતરી, તંતી મનોજ, હેમલ ગોહેલ, શ્‍યામલભાઇ સોનપાલ, શ્રેય બાવીસી, અલીભાઇ ચૌધરી, અજયભાઇ સાકરીયા, સંજયભાઇ નાયક, મૌલીક જોશી, પ્રતીક વ્‍યાસ, ભાવેશ મકવાણા, અજય પારેખ, રોહીત પારેખ, પરેશ રાવલ, જીતુભાઇ રાવલ, હીરેન તોલાણી, સુરૈયાભાઇ, નવીનભાઇ શાહ, અજય સહેદાણી, જી. આર. પ્રજાપતી, એ. યુ. બાદી, નયન મહેતા, આશીષ ચાંદરાણી, સહિતના વકીલોએ મોટી સંખ્‍યામાં સીનીયર વકીલોના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો.

(3:42 pm IST)