Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટ પશ્ચિમમાં લોકોએ બમ્‍પર લીડ આપી, બદલામાં પાણીના ધાંધીયા મળ્‍યા !

ગઇકાલે ભાજપને ૬૯ બેઠક પર સવા લાખ મત આપ્‍યા છતાં આજે વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૯ (પાર્ટ), ૮ (પાર્ટ) તથા ૧૦ (પાર્ટ)માં ૨ થી ૪ કલાક મોડું પાણી વિતરણ : દેકારો

રાજકોટ તા. ૯ : ગુજરાતભરમાં ભાજપના ભવ્‍ય વિજય કુંચમાં રાજકોટ મહાનગરે બુલંદ સૂર પુરાવ્‍યો છે. શહેરની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસને પછડાટ આપી ભાજપના ઉમેદવારોનો જંગી લીડથી વિજય થયો છે. જ્‍યારે સૌથી વધુ રાજકોટ-૬૯ એટલે કે પમિના વિસ્‍તારવાસીઓએ સવા લાખ જેટલા મત આપ્‍યા છતાં આજે એટલે કે પરિણામના બીજા દિવસે ભેટ સ્‍વરૂપે પાણીના ધાંધીયા મળ્‍યા છે.

આ અંગે મનપાના વોટર વર્કસ શાખાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નર્મદા આધારીત રૈયાધાર પમ્‍પીંગ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારોમાં નર્મદા નીર નહિ મળતા આજે વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૮ (પાર્ટ), ૯ તથા ૧૦ (પાર્ટ) એટલે કે ગાંધીગ્રામ, રૈયા રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડની ડાબી - જમણી બાજુના વિસ્‍તારોમાં સવારના ૫ વાગ્‍યાના બદલે સવારે ૭ વાગ્‍યે પાણી વિતરણ શરૂ થતાં આ વિસ્‍તારમાં બે થી ત્રણ કલાક પાણી મોડું મળતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.

શહેરના વેસ્‍ટ ઝોન એટલે કે પヘમિમાં રૈયાધાર પમ્‍પીંગ સ્‍ટેશન હેઠળના વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૮ (પાર્ટ), ૯ તથા ૧૦ (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ જો નર્મદા નીરના ધાંધીયા સર્જાય તો આ વિસ્‍તારો પર સીધી અસર જોવા મળે છે.

(5:16 pm IST)