Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જસદણમાં સોનીની દુકાનમાં નજર ચૂકવી દાગીના ચોરતી મહિલા પકડાઇ : બેની શોધ

સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ગણત્રીના કલાકોમાં દાગીના ચોરનાર મહિલાને ઝડપી લીધી

રાજકોટ તા. ૯ : જસદણમાં સોનીની દુકાનમાંથી ત્રણ મહિલા નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે. પોલીસે ગણત્રીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી.

પ્રાપ્‍ત વિગતો મુજબ જસદણમાં ચીતલીયા રોડ ઉપર અવસર જ્‍વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ વઘાસીયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ઉકત ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માંગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બુટી નંગ-૨ કિં. ૩૫,૦૦૦ ચોરી કરી ગયા હતા.

દરમિયાન આ ફરીયાદ બાદ જસદણના પીઆઇ પી.બી.જાની તથા એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનાર સવિતા હકાભાઇ ભોજવીયા રહે. વડીયા જી. અમરેલીને ઝડપી લીધી હતી. જ્‍યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઇ છે.

(1:41 pm IST)