Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આર્મી ચીફ બીપીન રાવતના નિધનથી દેશને ન પુરી શકાય તેવી ખોટ : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૯ : આર્મી ચીફ બીપીન રાવતના આકસ્મિક નિધનથી દેશને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમ જણાવી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે શ્રધ્ધા સુમન પાઠવેલ છે.

તેઓએ જણાવેલ કે દેશની સરહદો અને દુશ્મન દેશોના વ્યુહને પારખવાની ગજબની શકિત ધરાવતા શ્રી રાવતે અનેક સફળ ઓપરેશનો પાર પાડયા હતા. તેમની સાથે તેમના પત્ની અને ટુકડીના જવાનોનું પણ નિધન થયુ છે. આ દેશભકતોને મોક્ષગતિ પ્રદાન થાય તેવી ભાવના અંતમાં ગોવિંદભાઇ પટેલે વ્યકત કરી છે.

(4:01 pm IST)