Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતના નિધન સૈન્યને બહુમોટી ખોટ

મેયર સહિતના પદાધિકારીઓએ ગહેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર ડો. પ્રદીપ ડવ , ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, તથા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, તથા શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા એ સયુંકત યાદીમાં જણાવેલ છે કે દેશના પહેલા ચીફ.ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતનું હેલીકોપ્ટર દુર્ધટનામાં શહીદ થતા દેશને મોટી ખોટ પડેલ છે, તેઓ સૈન્યના પ્રમુખ  હતા, અને તેઓની સેવાઓનો  લાભ દેશના ઘણા વર્ષોથી  મળેલ છે, અને તેઓના વ્યકિતના અનેક પાસાઓ છે, તેમજ તેઓ જવાનોમાં પણ લોકપ્રિય હતા. તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય સૈન્યે દેશ માટે ધણા કાર્ય કરેલ તેમજ સર્જીકલ સ્ટ્રાઈક વખતે તેઓનું ખુબજ મોટું યોગદાન રહેલ. તેમજ કાશ્મીરમાં આંતંકવાદની વિરુદ્ધ તેઓની આક્રમક નીતિ રહેલ. સેનામાં મહિલાઓની ભરતીમાં તેઓનો મહત્વનો ફાળો રહેલ  તેઓના અવસાનથી ભારતીય સૈન્યને બહુ મોટી ખોટ સાલશે તેઓની સાથે તેમના પત્ની તથા ૧૩ સૈનિકના મૃત્યુ થયેલ છે. પદાઅધિકારીશ્રીઓ દ્વારા જનરલ બિપીન રાવત તેમના પત્ની  તથા શહીદ થયેલ તમામ સૈનિકોને  શ્રધાંજલી  આપી ગહેરા  શોકની લાગણી વ્યકત કરી છે.

(4:00 pm IST)