Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જયનગર અને શાસ્ત્રીમેદાનમાં તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સો પકડાયા

એ ડીવીઝન અને આજીડેમ પોલીસનો દરોડોઃ રૂ. ર૦ હજારની રોકડ કબજે

રાજકોટ તા. ૯ : શહેરના કોઠારિયા રોડ પર જયનગર મફતીયાપરામાં આજીડેમ પોલીસે અને શાસ્ત્રીમેદાનમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પડકી લીધા હતા.

મળતી વિગત મુજબ જયનગર મફતીયાપરા પાસે કેટલાક શખ્સો જુગાર રમતો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ કુલદીપસિંહ જાડેજા શૈલેષભાઇ નેચડાને બાતમી મળતા જયનગર મફતીયાપરામાં દરોડો તીનીપત્તીનો જુગાર રમતા મહેશ ઉર્ફે પિન્ટુ ભીખાભાઇ મારૂ (ઉ.૪ર) (રહે. કોઠારીયા ગામ જીવન કિરણ સોસાયટી) હીરેન ગોપાલભાઇ તાળા (ઉ.૩પ) (રહે.મંગલપાર્ક શેરી નં.૩ કોઠારિયા રોડ) અને દિપક સુખાભાઇ કાલીયા (ઉ.પ૦) જયનગર મફતીયાપરા સર્વિસ સ્ટેશન પાછળ કોઠારીયા કરોડ)ને પકડી લઇ રૂ.૧૦,૧૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ.વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.ડી.વાળા, એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, હેડ કોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા અને ભીખુભાઇ મૈયડ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં એ ડીવીઝન પોલીસ મથક પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ તથા કોન્સ હરપાલસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે શાસ્ત્રીમેદાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા શરફરાજ ઉર્ફે દદુ હુસેનભાઇ શેખ (ઉ.૩૧) (રહે મોચીબજાર ચામડીયા ખાટકીવાસ), અમીન જાહુરભાઇ શીસાંગીયા (ઉ.ર૭) (રહે. ધરમનગર આવાસયોજના કવાર્ટર, ૧પ૦ ફુટ રીંગ રોડ) અને ધીરૂ જીવણભાઇ મકવાણા (ઉ.૩૦) (રહે. સરધાર ગામ)ને પકડી લઇ રૂ.૧૦પ૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:41 pm IST)