Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

બાર એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલના ઉમેદવારોની જીત માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇની શુભેચ્છા

રાજકોટ,તા. ૮ : રાજકોટ બારની આવનાર ચુંટણીના જીનીયસ પનેલના તમામ ઉમેદવારોને કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ આશીર્વાદ આપ્યા હતા.

હાલમાં રાજકોટ ખાતે સમગ્ર શહેરના વકીલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલના તમામ પદ માટે ઉમેદવારી નોંધાવનાર પ્રમુખ પદે અજુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઇ જાની, સેક્રેટરીના પદે પી.સૌી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચીના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરીના પદે અજયભાઈ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારી ના પદ માટે ના ઉમેદવારો અજયસિહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી વાદ્યેલા, આ તમામ ઉમેદવારો એ આજરોજ આપડા લોક-લાડીલા તેમજ મહામહિમ કણોટકના ભુતપૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળાની મુલાકાત લીધેલ. આ મુલાકાત માં રાજકોટ ના સીનીયર તથા જુનીયર વકોલોના સંગઠન તેમજ એકતા વિષે ચચો કરેલ તેમજ સમગ્ર વકોલ આલમ ને એક નવી દિશા તરફ ધપાવવા માટે આશિર્વાદ આપેલ તેમજ તમામ ક્ષેત્રના વકીલોને સાથે રાખી વકોલોનો સવાંગી વિકાસ થાય અને સમાજમાં વકીલોનું આગવું યોગદાન પ્રાપ્ત થાય તેના માટેનું માગેદશેન આપેલ તેમજ સમાજના દરેક ક્ષેત્રોમાં ન્યાયને સુગમતાથી અને સરળતાથી લોકોમાં પ્રાપ્ત કરાવી શકાય તેના માટે ઘણા બધા સૂચનો આપેલ.

વધુમાં માનનીય શ્રી વજુભાઈ વાળા એ ચુંટણી કેવા સંજોગોમાં અને કેવી રીતે જીતી શકાય તે વિષે માર્ગેદશેન આપતા જણાવેલ હતું કે લોકોની લાગણી જીતવી ખુબજ મહત્વની હોઈ છે અને લોકો ના હૃદયમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન મેળવવું તે ખુબજ અગત્યતા ધરાવતું હોય છે અને આં સમયે શ્રી વજુભાઈ વાળા એ જયારે તેઓ પોતે વકીલાત કરતા એટલે કે આજ થી આશરે ૫૦ વર્ષ પહેલાનો સમય યાદ કરીને ત્યાર પછીની પેઢીના સૌરાષ્ટ્ર ના સીનીયર તેમજ નામાંકિત વકોલો જેવા ક, શ્રી ચંદુભાઇ ભીમાણી, શ્રી હરકાંતભાઇ માણેક, શ્રી નલીનભાઈ દવે, શ્રી છાયા, શ્રી મનુભાઈ શાહ, શ્રી ગજાનનભાઇ જોષી, શ્રી હુલ્લાસભાઇ ભટ્ટ, શ્રી નાનાલાલભાઈ શેઠ, શ્રી ક્રીપાલસિહજી પરમાર, શ્રી મોહનભાઈ સાયાણી, શ્રી ચંદ્રકાન્તભાઈ દોશી, શ્રી ચીમનલાલ એન. શાહ, શ્રી ચીમનભાઈ શુકલ, વિગેરે લોકોને આ તકે યાદ કરેલ હતા, અંતમાં શ્રી વજુભાઈ વાળા એ આ જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને જંગી લીડ થી ખુબજ ભવ્યતા સાથે ચુંટણી જીતવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

(2:37 pm IST)