Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજકોટ જિલ્લાની પ૪૮ પૈકી ૧૩૦ ગ્રામ પંચાયતો બિનહરીફ

સમરસતાને આવકારતા ભૂપત બોદર

રાજકોટ, તા. ૯ :  જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવે છે કે ગત વર્ષની ચૂંટણીમાં ૮૪ ગ્રામ પંચાયતો સમરસ થયેલ જેની સામે આ વખતે ૧૩૦ ગ્રામ પંચાયત સમરસ થયેલ હોય, રાજય સરકારની વિશેષ ગ્રાન્ટથી ગામોના વિકાસને વેગ મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજયની ભાજપા સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓથી લઇ માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ સહજ રીતે પ્રાપ્ત બને તેવા આશયથી રાજયની ભાજપા સરકારે સમરસ થનાર ગ્રામપંચાયતોની ગ્રાન્ટમાં વધારાની જાહેરાત કરેલ તેને ૧૩૦ ગ્રામ પંચાયતો દ્વારા આવકાર અપાયો તે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૧૩૦ ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે તે બદલ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને અભિનંદન પાઠવેલ છે.

(11:50 am IST)