Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાળી ચૌદશે કુરીવાજોને તિલાંજલી : જાથા દ્વારા જનજાગૃતિ પત્રિકાનું વિતરણ

રાજકોટ : રાજયના ૪૫૦ નગરોમાં જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા, કુરીવાજો, પરંપરા, જુની માન્યતા સામે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ત્યારે આ અંગે લોકોને સમજ આપતિ પત્રિકાનું ગામો ગામ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ખોટા કુરીવાજોને તિલાંજલી આપતી અપીલ કરાઇ છે. આ જનજાગૃતિ પત્રીકા વિતરણમાં જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા, ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, વિનુભાઇ ઉપાધ્યાય, તુષાર રાવ, મહેન્દ્રભારથી ગોસ્વામી વગેરે સાથેજોડાયા હતા. કકડાટના વડા મુકવાની પ્રથા બંધ કરવા લોકોને સમજ અપાઇ છે. મહીકા ગામના સરપંચ બાબુભાઇ પોલાભાઇ મોલીયા, જાગૃત મહેન્દ્રભારથી ગોસ્વામી, હિમાંશુભાઇ સિધ્ધપુરા, સતીષ બાલાસરા, દિપક જોશી, સુનિલભાઇ ખુંટ, નિલેશ મોલીયા, અજયભાઇ ભીમજીભાઇ, વિનોદભાઇ મોલીયા, રમેશભાઇ પોપટભાઇ, પ્રવિણભાઇ જસમતભાઇ, ભરતભાઇ મોલીયા, દલસુખભાઇ ગોરધનભાઇ, અશોકભાઇ ખુંટ, પ્રવિણભાઇ નાગજીભાઇ, ડાયાભાઇ રાઘવજીભાઇ, કિશોરભાઇ મોલીયા, પિયુષભાઇ સંચાણીયા, સંદીપભાઇ પરસોતમભાઇ, લાલજીભાઇ કલાભાઇ, રતિલાલ વસાણી, ચિરાગભાઇ મોલીયા, સંદીપભાઇ ગઢીયા, ચુનીલાલ ખુંટ, ભીમજીભાઇ હીરાભાઇ, પરસોતમભાઇ રૈયા, મનિષભાઇ મોલીયા, આશિષભાઇ મનસુખભાઇ, કમલેશ ભીમા, ભાવેશભાઇ ભગાભાઇ, હિરેન અર્જુનભાઇ, મોહીતભાઇ ગોવિંદભાઇ, વિનુભાઇ મોલીયા વગેરે આ પત્રિકા વિતરણમાં સાથે જોડાયા હતા. જનજાગૃતિ પત્રિકા મેળવવા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર અથવા મો.૯૦૮૧૮ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી શકાશે.

(3:44 pm IST)