Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

'તમારી દીકરીને અમદાવાદ રહેવુ હોય તો તેડી જઇએ મારા દીકરાને બીજી ચાર છે' કહી આસ્તાનાબેનને ત્રાસ

જંગલેશ્વરમાં રહેતા આસ્તાનાબેન લધડની ફરીયાદઃ ગોંડલના પતિ રીયાઝ લધડ અને સસરા સલીમ લધડ સામે ગુનો

રાજકોટ તા. ૯.. જંગલેશ્વરમાં માવતર ધરાવતી મુસ્લીમ મહિલાને ગોંડલમાં રહેતા પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની ખબર પડતા પતિ, સસરાએ ઝઘડો કરી શારીરિક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં. ર૦ માં માવતરના ઘરે રહેતા આસ્તાનાબેન રીયાઝ લધડ (ઉ.રર) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયદમાં ગોંડલ બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટીમાં રહેતા પતિ રીયાઝ સલીમ લધડ અને સસરા સલીમ સતારભાઇ લધડના નામ આપ્યા છે. આસ્તાનબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ર૦૧૬ માં ગોંડલમાં રહેતા રીયાઝ લધડ સાથે લગ્ન થયા હતાં. લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તી થઇ હતી. પોતે લગ્ન બાદ પતિ, સાસુ, સસરા, દિયર, દાદી સાસુ, દાદાજી સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા લગ્ન બાદ પોતાને એક વર્ષ સારી રીતે રાખેલ બાદ પતિ રીયાઝને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તેની ખબર પડતા પોતે પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમજવાને બદલે પોતાની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. બે વર્ષ પહેલા ઇદના તહેવારના બહાને પતિ પોતાને માવતરના ઘરે રોકાવા મુકી ગયો હતો બાદ બે દિવસ બાદ પતિ રીયાઝ કોઇ સ્ત્રીને લઇને ભાગી ગયો હોવાની માસાએ પોતાને જાણ કરી હતી. આ બાબતે પોતાના પિતાએ સસરાને ફોન કરી પુછતા તેણે 'આ વાત સાચી છે' કહી ફોન કાપી નાખ્યો હતો.

પતિ ભાગી ગયા બાદ એક વર્ષ તેના બહેન સીરીનબેન સાથે રહી અમદાવાદમાં કામે લાગી ગયો હતો અને લોકડાઉન આવ્યા બાદ પતિ ગોંડલ જ રહેતો હતો બાદ સસરા બે વખત સમાધાન કરવા આવ્યા ત્યારે કહેતા કે 'તમારી દીકરીને અમદાવાદ રહેવુ હોય તો અમો તેડી જવા તૈયાર છીએ મારા દીકરાને અમદાવાદમાં બીજી ચાર છે. એટલે મારો દીકરો ગોંડલમાં નહી રહે' તેમ કહી ઝઘડો કરી જતા રહ્યા હતાં. બાદ આ બાબતે પોતે મહિલા પોલીસ મથકમાં અરજી કરેલ પરંતુ તેમાં પણ તેઓ અમદાવાદ રહેવા માટેનું જ કહેતા અને ન રહેવુ હોય તો છૂટાછેડા આપી દે તેમ કહેતા પોતે ફરીયાદ નોંધાવી છે. આ અંગે હેડ કોન્સ. એસ. જી. ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)