Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગારો-કાદવ-કીચડનું સામ્રાજય તાત્કાલીક દૂર કરોઃ કલેકટરનું મેળામાં ફિલ્ડ નિરીક્ષણ...

રાજકોટ :. આગામી તા. ૧૭ મીથી યોજાનાર ભવ્યાતિભવ્ય લોકમેળાની આજે મેદાન ઉપર દોડી જઇ આખા મેદાન તથા બંધાઇ રહેલ સ્ટોલનું ફિલ્ડ નિરીક્ષણ કર્યુ હતુ, તેમની સાથે સીટી પ્રાંત -૧ શ્રી ચૌધરી, સીટી પ્રાંત-ર શ્રી સંદિપ વર્મા, રૃરલ પ્રાંત શ્રી વિરેન્દ્ર દેસાઇ પશ્ચિમ મામલતદાર શ્રી જાનકી પટેલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા અન્યો હાજર રહ્યા હતાં. કલેકટરે સમગ્ર મેળાનો નકશો જોઇ લોકોને ફરવામાં કોઇ તકલીફ ન પડે તે જોવા સ્ટ્રીટ જગ્યા પ૦ ફુટથી વધુ પહોળી રાખવા, તેમજ અમુક ક્ષેત્રમાં ગારા-કાદવ-કીચડનું સામ્રાજય છવાયેલ છે, તે આજની તારીખમાં જ દુર કરવા સ્થળ ઉપર જ સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી, અપાઇ રહેલ લાઇટ કનેકશન, બની રહેલ મુખ્ય સ્ટેજ તેનો ડોમ, બની રહેલ કન્ટ્રોલ રૃમ તથા ત્યાંના ફોન નંબર વિગેરે અંગે જાણકારી મેળવી હતી, તસ્વીરમાં મેળાના મેદાન ઉપર બંધાઇ રહેલ મોટા ઝૂલા, ઉંચક-નીચક, વોચ ટાવર, પથરાઇ રહેલ કપચી તથા અધિકારીઓને તમામ લેવલે જરૃરી સુચના આપતા કલેકટર શ્રી અરૃણ મહેશ બાબુ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:27 pm IST)