Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સનસાઇન ગ્રુપ ઓફ ઇન્િસ્ટિટયૂસન્સને''લીડીંગ બીઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ગુજરાત''નો એવોર્ડ

રાજકોટઃ સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુસન્સ મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ કરાવતી ગુજરાતની નામાંકિત સંસ્થા છે મીડિયા સ્પેસ ઇનકોર્પોરેશન દ્વારા મુંબઇ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહ''''માં સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુસન્સને ''લીડી઼ગ બીઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ગુજરાત''નો એવોર્ડ મળ્યો સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂસન્સ  વતી સંસ્થાના ડિરેકટર ડો. પ્રો. વિકાસ અરોરાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. ડો. વિકાસ અરોરાને અભિનેત્રી દિયા મિર્જા હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો ડો. વિકાસ અરોરાએ આ એવોર્ડની સફળતાનો શ્રેય સંસ્થાના તમામ કર્મચારીઓની મહેનતને આપ્યો હતો. સંસ્થાના ચેરમેન મીનેશ માથુરે તમામ કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:25 pm IST)