Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સંયુકત ઉપક્રમે ''રીસર્ચ પેપર કોમ્પીટીશન''

રાજકોટ : રાષ્ટ્રીય શિક્ષણ-નીતિ-ર૦ર૦માં વિદ્યાર્થીઓ સંશોધનકાર્ય તરફ વળે તેવી ભલામણ કરવામાં આવી છે ત્યારે તેના અમલીકરણ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક અગ્રેસર કદમ ભર્યુ છે. સ્વાધિનતા સંગ્રામના હિરો સુભાષચંદ્ર બોઝ વિશે ઇતિહાસમાં સંશોધન અને લેખન કાર્ય ખુબ ઓછુ થયું છે. આઝાદીના આ અદના વ્યકિતત્વ વિશે. આજની યુવા પેઢી સુવિદિત બને અને તેના જીવન સાથેના સંશોધન કાર્યમાં જોડાય તેવા ઉમદા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળના સંયુકત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ''સુભાષ-સ્વરાજ-સરકાર'' રીચર્સ પેપરના પોસ્ટર વિમોચન કાર્યક્રમ યોજાયો જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ગીરીશ ભીમાણી ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મુકુલજી કાનીટકર, પશ્ચિમ પ્રાંતના પાલક અધિકારી દિપજી કોઇરાલા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સુરેશ નહાટા મહેન્દ્ર પાડલીયા ઉપરાંત બહોળી સંખ્યામાં પ્રોફેસર્સ અને રીસર્ચ સ્કોલર્સ હાજર રહ્યા હતા.

(4:19 pm IST)