Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શાસ્ત્રોકત મંત્રોચ્ચારથી ગુંજ્યુ દીકરાનું ઘરઃ ૩૧ કુંડી યજ્ઞ સંપન્ન

રાજકોટઃ ઢોલરા ગામે છેલ્લા ૨૪ વર્ષથી કાર્યરત 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃતિ સુપ્રસિધ્ધ છે. પવિત્ર શ્રાવણ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા વચ્ચે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૃપે શ્રાવણના બીજા સોમવારે 'દીકરાનું ઘર'ના પરિસરમાં બીરાજમાન મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય-દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં ૩૧ કુંડી લઘુરૃદ્રી યજ્ઞ યોજાયો હતો. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો યજમાન પદે બીરાજ્યા હતા. આ લઘુરૃદ્રી યજ્ઞના પ્રારંભે સવારે ૭:૩૦ કલાકે મહાઆરતી યોજાઇ હતી. જેમાં પંડિત બાલકૃષ્ણ શાસ્ત્રીજી અન્ય ૨૩ ભૂદેવોની ઉપસ્થિતમાં લઘુરૃદ્રી યજ્ઞનો પ્રારંભ થયો હતો. મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. જેમાં ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા, બિલ્ડર ધીરૃભાઇ રોકડ, યુવા ઉદ્યોગપતિ વિમલભાઇ ખુંટ, જૈન શ્રેષ્ઠી અનીષભાઇ વાધર, ઉદ્યોગપતિ સંચાલક પરષોતમભાઇ કમાણી, મોઢવણીક સમાજના બિમલભાઇ કલ્યાણી અને વિનુભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'દીકરીનું ઘર'ના પરિસરમાં ઉભુ કરાયેલ ગોકુળ ગામ-નંદગાંવ યજમાનો અને ઉપસ્થિત મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. લઘુરૃદ્રી યજ્ઞના પ્રોજેકટ ઇન્ચાર્જ અનુપમ દોશી, નલીન તન્ના, ફાલ્ગુનીબેન કલ્યાણી, જીતુભાઇ ગાંધી અને અશ્વિનભાઇ પટેલ દ્વારા સુંદર વ્યવસ્થા ઉભી કરાઇ હતી. વિનાયક આર્ટના સંચાલક વર્ષાબેન આસોદરીયા દ્વારા નંદ ગાંવ ઉભુ કરવામાં આવ્યું હતું. સાતમ-આઠમના પવિત્ર શ્રાવણ માસમાં પણ શહેરીજનોને પધારવા સંસ્થા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. શિક્ષણશાસ્ત્રી ડો.નિદત બારોટ, હસુભાઇ રાચ્છ, પ્રવિણ હાપલીયા, ગૌરાંગ ઠક્કર, કિરીટભાઇ પટેલ, હરેશભાઇ પરસાણા અને રાકેશભાઇ ભાલાળાએ મહાઆરતીનો લાભ લીધો હતો. મુકેશ દોશી અને સુનીલ વોરાના નેતૃત્વ નીચે લઘુરૃદ્ર યજ્ઞનું બેનમૂન આયોજન થયું હતું. આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં હરીશભાઇ હરીયાણી, દોલતભાઇ ગાદેશા, હિતેષ શાહ, ગીતાબેન એ. પટેલ, ગીતાબેન કે.પટેલ, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, વર્ષાબેન આદ્રોજા, પ્રિતી વોરા, આશાબેન હરીયાણી, ગાર્ગી ઠક્કર, દક્ષાબેન હાપલીયા તેમજ ભૂમિકાબેન બારોટે જહેમત ઉઠાવી હતી

(4:19 pm IST)