Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લોધા ક્ષત્રિય રાજપુત સમાજનું ગુરૃવારે જવેરા ફૂલેકુ

વિરપસલીના દિવસે બહેનો માતાજીના નામથી ઘર જવારા વાવીને રક્ષાબંધનના દિવસે સમાજના લોકો એકબીજાને જવારા આપી રામ રામ કરે છે : લોધેશ્વર મહાદેવ મંદિરેથી ફૂલેકાનો પ્રારંભ થઈ જાહેર માર્ગો ઉપર ફરશેઃ જાહેર આમંત્રણ

 

રાજકોટઃ લોધા ક્ષત્રિય રાજપૂત સમાજમાં કાર્યરત એવા લોધેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા જવેરા (ભુંજરીયા)નું ફુલેકુ તા.૧૧ને ગુરૃવારે ભાઈ- બહેનનો પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે આયોજન કરેલ છે.

આ પાવન પર્વ પર લોધા સમાજની બહેનો દ્વારા વિરપસલીના દિવસે માતાજીના નામથી ઘરે જવેરા વાવીને રક્ષાબંધનના દિવસે લોધા સમાજના લોકોમાં  તેઓ સામ- સામા જવેરા આપી રામ રામ કરે છે. ત્યારબાદ સમાજના બહેનો દ્વારા લોધેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાળી માતાજીને જવેરાથી પૂજા અર્ચના કરી સમસ્ત લોધા સમાજ આ જવેરા ફુલેકામાં સહર્ષ સંમેલીત થાય છે.

લોધા સમાજમાં થયેલ વિરાંગના અવંતીબાઈ લોધીનો વંશ વેલો હોઈ. તેમાં વર્ષો જૂની પરંપરા મુજબ જવેરા (ભુંજરીયા)ના ફૂલેકાની પરંપરા જાળવીને આગળ વધારવાનું આયોજન કરેલ છે તથા લોધા સમાજના મૃત્યુ પામેલ દરેક વ્યકિતની યાદીમાં તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે તથા લોધેશ્વર મહાદેવના મંદિરેથી આ જવેરા ફૂલેકુ કાઢી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી આગળ વધારવાનું આયોજન કરેલ છે. આ જવેરા ફૂલેકામાં લોધા સમાજના દરેક ભાઈઓ માથા પર સાફો / ફેટો બાંધીને ફૂલાકામાં જોડાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ જવેરા ફૂલેકુ તા.૧૧ના ગુરૃવારે બપોરે ૩ કલાકે લોધેશ્વર મહાદેવ મંદિરથી શરૃ કરી જયંત કે.જી.રોડ, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ ગરબી ચોક, રામનગર શાકમાર્કેટથી લોધેશ્વર મહાદેવ મંદિરે સાંજના ૬ કલાકે પૂર્ણ થશે.

લોધા ક્ષત્રિ સમાના તમામ લોકોએ આ જવેરા ફૂલેકામાં જોડાવા કલ્પેશ ઉમેશભાઈ લોધા મો.૯૭૨૭૩ ૭૩૭૩૨, કિશન પ્રેમજીભાઈ લોધા, અર્જુન નવલસીંગ  લોધા, કેતન ઉમેદભાઈ લોધા, ધર્મેશ નંદરામભાઈ લોધા, અમીત જગદિશભાઈ લોધા, મયંપતભાઈ કરમસીંગભાઈ લોધા, અજય બાબુભાઈ લોધા, રાહુલ બાબુભાઈ લોધા, રાહુલ ઉમેશભાઈ લોધાએ નિમંત્રણ પાઠવ્યું છે.(

(4:15 pm IST)