Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સમસ્ત ભરવાડ સમાજના સમૂહલગ્ન : ૧ હજાર દીકરીઓ પ્રભુતામાં પગલા પડશે

૯૦૦ વર્ષ બાદ બીજા જંગવિવાહનું આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ભરવાડ સમાજની ગુરૃગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજન : શ્રીમદ્દ ભાગવત કથા, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, બ્રહ્મલીન મહંત પૂ.શિવપુરીબાપુનો ભંડારો, મહારૃદ્રી યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવ યોજાશે : સમસ્ત માલધારી સમાજને આહવાન : નામ નોંધણી ચાલુ

રાજકોટ : આજથી ૯૦૦ વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૃગાદી થરા (જી.બનાસકાંઠા) ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જગવિવાહ (સમૂહલગ્ન) યોજાયો હતો. જેમાં ૩૦૦૯ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. એ જ સ્થાન પર બીજો જંગવિવાહ આગામી તા. ૫-૨-૨૦૨૩ના રોજ યોજાઈ રહ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી ૧૦૦૦થી વધુ દીકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે. આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને સમૂહલગ્ન તેમજ ધાર્મિક ઉત્સવમાં જોડાવા સમસ્ત માલધારી સમાજને આહવાન કરવામાં આવે છે.

અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોકુલ છોડીને નીકળ્યા ત્યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો. જયાં ભગવાન શ્રી કૃષ્ણના હસ્તે ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સ્વયંભુ મહાદેવની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા આગામી ચતા. ૫-૨-૨૦૨૩ના રોજ કરવામાં આવનાર છે. જેના ભાગરૃપે તા. ૩૦-૧-૨૦૨૩ થી તા. ૫-૨-૨૦૨૩ દરમિયાન શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૃગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો તા. ૪-૨-૨૦૨૩ના રોજ યોજાશે.

ગુરૃગાદી થરાના પરમ પૂજય મહંત ૧૦૦૮ શ્રી ઘનશ્યામપુરીબાપુ ગુરૃ શિવપુરીબાપુના આર્શીવાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર ૧૦૦૦ દીકરીઓના સમૂહલગ્ન, શ્રીમદ્દ ભાગવત કથા, ગ્વાલીનાથ મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, મહારૃદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મિક ઉત્સવના દાતા બેચરભાઈ તેજાભાઈ ગમારા (અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મિક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવુ નામ આપવામાં આવ્યુ છે. તેમ વિનુભાઈ બેચરભાઈ ગમારાએ જણાવ્યુ હતું.

આ ઐતિહાસિક સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છતા પરીવારોએ તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધીમાં નામ નોંધણી કરવાની રહેશે. સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીને ઉંમર ૧૮ વર્ષ અને દીકરાની ઉંમર ૨૧ વર્ષ પૂર્ણ હશે. એ જ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે વિનુભાઈ ગમારા (અમદાવાદ) મો.૯૮૨૫૨ ૦૯૨૪૭, ભીખાભાઈ પડસારીયા (રાજકોટ) મો. ૯૮૨૪૧ ૯૯૯૦૯ ઉપર સંપર્ક કરવો.

આ ઐતિહાસિક ધર્મકાર્યના પ્રચાર પ્રસાર માટે અમદાવાદથી વિનુભાઈ બેચરભાઈ ગમારા, ગણેશભાઈ કે. ગમારા, શૈલેષભાઈ કે. આજરા, જયેશભાઈ બી. ગોતર, રત્નાભાઈ ગમારા, ગફુરભાઈ ગમારા સહિતની ટીમ રાજકોટ પધારેલ છે. તેઓની સાથે રાજકોટથી ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવા, જીતુભાઈ કાટોળીયા, ભરતભાઈ ધોળકીયા, ગેલાભાઈ સભાડ, ગેલાભાઈ ડાભી, રામભાઈ ધ્રાંગીયા, જયેશભાઈ શિયાળ, નારણભાઈ વકાતર, રાહુલભાઈ ગમારા, પાંચાભાઈ ટોળીયા, જે.ડી.ટાળીયા, સતાભાઈ ગમારા, સતીષભાઈ ગમારા, દિલીપભાઈ ગમારા, મેહુલભાઈ ગમારા, હીરાભાઈ બાંભવા, નાગજીભાઈ ગોલતર, ચીનાભાઈ સાનીયા, ધીરજ મુંધવા, બીજલભાઈ ટારીયા, જીજ્ઞેશભાઇ સભાડ, ગોવિંદભાઈ બાંભવા, નારણભાઈ લાંબરીયા, જાદવભાઈ ધોળકીયા, કાનાભાઈ શીયાળીયા, ગોપાલભાઈ ગોલતર, ઘનાભાઈ ગમારા, વિજય પડસારીયા, પ્રવિણભાઈ ગમારા, પરેશભાઈ સોરીયા, ભરતભાઈ ધોળકીયા, રામભાઈ સાગઠીયા જોડાયા હોવાનંુ યાદીમાં જણાવાયુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(

(4:13 pm IST)