Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

BRTS - સીટી બસના કામમાં ક્ષતિ બદલ એજન્‍સીઓને ૫.૪૩ લાખનો દંડ

સિટી બસના ૯ કંડકટરો ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ : ૧૭ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા : ૭ દિ'માં ૩.૯૭ લાખ લોકોએ લાભ લીધો

રાજકોટ,તા.૯: મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ                                                      સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૫.૪૩ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૯ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૧૭ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૧થી ૭ ઓગષ્‍ટ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ (RMTS) સેવા

સિટી બસ સેવાᅠ(RMTS)માંᅠતા.૧ થી તા. ૭ᅠદરમિયાન કુલ અંદાજીત ૧,૧૨,૭૦૦ᅠકિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૧૮,૨૨૨ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૫,૨૦૦ᅠકિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૫,૩૨,૦૦૦ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૯,૨૦૦ᅠનીᅠપેનલ્‍ટી આપવામાં આવેલી છે.

ᅠસિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી - અનિયમિતતાᅠસબબ કુલ ૯ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડᅠકરવામાં આવેલᅠછે. ચેકીંગ દરમિયાન કુલ ૧૭(સતર) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા.ᅠ૧,૮૭૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ. બસ સેવા

બી.આર.ટી.એસ. બસ સેવામાંᅠતા.૧ થી તા. ૭ᅠદરમિયાન કુલ અંદાજીતᅠ૨૮,૯૦૦ᅠકિ.મી.ᅠચાલેલ છે. તથા કુલ ૧,૭૯,૬૫૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૯૦૩ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:59 pm IST)