Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મારવાડી યુનિવર્સિટીમાં ઇ-એફઆઇઆર, વુમન સેફટી અને સાયબર ક્રાઇમ મુદ્દે સેમિનારઃ ૬૦૦ છાત્રોને સીપી-ડીસીપી-એસીપી અને પીઆઇએ માર્ગદર્શન આપ્યું

રાજકોટઃ મારવાડી યુનિવર્સિટી ખાતે ઇ-એફઆઇઆર, સાયબર ક્રાઇમ અને વુમન સેફટી અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિ,લ એસીપી ઉત્તર એસ. આર. ટંડેલ તથા કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીએસઆઇ એમ. જે. રાઠોડે છાત્રો સાથે ઇ-એફઆઇઆરનું પ્રેઝન્ટેશન કરી વિસ્તૃત ચર્ચા કરી તેના ઉપયોગ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ ઇ-એફઆઇઆર ઉપરાંત વુમન સેફટી અને સાયબર ક્રાઇમ તથા સ્માર્ટ પોલિસીગ ઉપરાંત ટેકનોલોજી યુઝ ઇન પોલિસીંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાહન ચોરી, મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ ઇ-એફઆઇઆર એપ્લીકેશનની મદદથી કરી શકાય છે તે અંગે વિસ્તૃત સમજ આપી છાત્રોને સિટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. મારવાડી યુનિવર્સિટીના પ્રો. સંદિપ સંચેતી, રજીસ્ટ્રાર નરેશ જાડેજા, એમબીએ ફેકલ્ટીના ડો. સુનિલ જાખેરીયા, ફેલ્ટી પ્રોફેસરો અને ૬૦૦થી વધુ છાત્રો આ સેમિનારમાં સામેલ થયા હતાં. આ ઉપરાંત મારવાડી યુવિનર્સિટી દ્વારા અનુસ્થાપન-૨૦૨૨ના ઇન્ડકશન પ્રોગ્રામ ફોર એમબીએ સ્ટુડન્ટસના કાર્યક્રમમાં પણ પોલીસ કમિશનરે ખાસ હાજરી આપી છાત્રો સાથે વાર્તાલાપ કરી વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

(3:57 pm IST)