Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજનગર અને અમૃત પાર્કમાં મહિલા સંચાલિતE

માલવીયાનગર પોલીસે રાજનગરમાં વિલાસબેન પાદરીયાના ઘરમાં અને યુનિવર્સિટી પોલીસે અમૃત પાર્કમાં પારસબેન ગોસાઇના ઘરમાં દરોડો પાડયો

રાજકોટ તા. ૯: શહેર પોલીસે નાના મવા રોડ રાજનગર સોસાયટી અને રૈયા રોડ પર બે મકાનોમાં દરોડો પાડી મહિલાઓ સંચાલીત બે જૂગારધામ પકડી એકમાંથી ૧૨ મહિલાઓને અને બીજામાંથી ૮ મહિલાઓને પત્તા ટીચતા પકડી લીધી હતી.

માલવીયાનગર પોલીસનો દરોડો

નાના મવા રોડ પર રાજનગર સોસાયટી-૨ બંધ શેરીમાં રિધ્‍ધી નામના વિલાસબેન અલ્‍પેશ પાદરીયા નામના મહિલા પોતાના ઘરમાં જૂગાર રમાડતાં હોવાની બાતમી પરથી માલવીયાનગર પોલીસે દરોડો પાડી વિલાસબેન તથા મીનાબેન ઉર્ફ કવિતાબેન રાઘવજી અડયેચા (ધરમ સિનેમા પાછળ સરકારી ક્‍વાર્ટર બી-૪૦), રાજશ્રીબેન અશોક ઠક્કર (આલાપ હેરીટેઝ બી-૨૩, સત્‍ય સાઇ રોડ), ગીતાબેન કીરણભાઇ ઠક્કર (રોયલ પાર્ક-૩ બ્‍લોક ૩ યુનિવર્સિટી રોડ), મંજુલાબેન ગિરીશ વાઘેલા (મનહર પ્‍લોટ-૮), રીટાબેન જગદીશ વાળા (રાધાકૃષ્‍ણનગર-૩, આજીડેમ પાસે), મુક્‍તાબેન શાંતિલાલ ભોરણીયા (રહે. ગુરૂદેવ પાર્ક૨, બિગ બાઝાર પાછળ ૧૫૦ રીંગ રોડ), નિતાબેન મુકેશ સાંગાણી (ગિરનાર સોસાયટી-૧ ગુરૂપ્રસાદ ચોક), ચંદ્રીકાબેન દલપતભાઇ સવસાણી (ક્રિષ્‍ના પાર્ક-૨ સાધુ વાસવાણી રોડ), સ્‍મીતાબેન શૈલેષ અમલાણી (શક્‍તિ કોલોની-૪, કિસાનપરા ચોક), સુકેતાબેન ભગવત માકડીયા (જલારામ સોસાયટી-૨, શેરી નં. ૫, ઇન્‍દિરા સર્કલ પાસે) અને જશુબેન લાલજી દુદાણી (ગુરૂદેવ પાર્ક-૨ ૧૫૦ રીંગ રોડ બિગ બાઝાર પાછળ) મળી ૧૨ મહિલાને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧૬૫૫૦ની રોકડ તથા ગંજીપાના કબ્‍જે લીધા હતાં.

પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ પી. એન. પરમાર, રવિભાઇ નાથાણી, ભવદીપસિંહ ગોહિલ, કોન્‍સ. જાનવીબેન શીંગાળા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી. 

જ્‍યારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક-૪માં પારસબેન હિરેનપુરી ગોસાઇના આશુતોષ નામના મકાનમાં દરોડો પાડી પારસબેન તથા ઉષાબેન મનિષભાઇ ઘઘડા (અમૃત પાર્ક-૪), વર્ષાને ધીરજલાલ પુજારા (અમૃત પાર્ક-૪), મીનાબેન ધર્મેશભાઇ રાચ્‍છ (અમૃતપાર્ક-૪), પલ્લવીબેન કિર્તીભાઇ કારીયા (તિનેટી ટાવર ૭૦૩ રૈયા રોડ), અલ્‍કાબેન કમલેશ રાજા (ત્રિનેટી ટાવર, રૈયા રોડ) અને ભાવનાબેન દિનેશભાઇ ઠકરાર (વાસણા રોડ વડોદરા)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૩૫૩૮૦ની રોકડ કબ્‍જે લીધી હતી.

પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, યોગરાજસિંહ ગોહિલ, વનરાજભાઇ લાવડીયા, બલભદ્રસિંહ, ગોપાલસિંહ, મૈસુરભાઇ, મોનાબેન બુસા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:52 pm IST)