Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિનું નવુ માળખુ જાહેર

પ્રમુખ ધર્મેશ ઢાંકેચા દ્વારા ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠનમંત્રી, મંત્રી કારોબારી સભ્યોની નિમણુંક

રાજકોટ તા. ૯:  રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના નવા માળખાની જાહેરાત   જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ઢાંકેચા દ્વારા કરવામાં આવી છે.

જેમાં ઉપપ્રમુખ તરીકે કેતનભાઇ વલ્લભભાઇ તોગડીયા, (હોડથલી), પુનાભાઇ જેન્તીભાઇ રાઠોડ (કાળીપાટ), ઉમેશભાઇ અમરશીભાઇ તલસાણીયા (મુચીયાદડ), રમેશભાઇ ગોપાલભાઇ અજાણી (ગવરીદડ), દેવરાજભાઇ મુળજીભાઇ રંગાણી (કોઠારીયા), ધર્મેશભાઇ નવનીતભાઇ શીયાર (લાપાસરી), ખોડાભાઇ ગોવિંદભાઇ સોલંકી (ખોરાળા ), કાનજીભાઇ મેઘાભાઇ બાળોન્દ્રા (બેડી), દેવજીભાઇ આંબાભાઇ દેશાણી (જીયાણા), નાગજીભાઇ વેલજીભાઇ સગપરીયા (ખેરડી), ધર્મેશભાઇ જીગાભાઇ મેવાસીયા (જીયાણા), જયદેવભાઇ હરભમભાઇ જળુ (ઉમરાળી), લાલજીભાઇ ધીરજભાઇ કલોલા (ગઢકા) ની વરણી કરવામાં આવેલ.

જયારે મહામંત્રી તરીકે લાલજીભાઇ દેવરાજભાઇ જળુ (હલેન્ડા), જગાભાઇ વિસાભાઇ ઝાપડીયા (લોઠડા), જગદીશભાઇ શામજીભાઇ પાનસુરીયા (નવાગામ), કૃષ્ણસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા (સુકી), અનિલભાઇ ચંદુભાઇ ઝંઝવાડીયા (નાકરાવાડી), અરવિંદભાઇ લાખાભાઇ વાળા (પારેવાળા), કનુભાઇ દેવરાજભાઇ વેકરીયા (જાળીયા), વિપુલસિંહ નાથુભા ભટ્ટી (લાપાસરી) ની વરણી કરવામાં આવી હતી.સંગઠનમંત્રી તરીકે વિશાલભાઇ શૈલેષભાઇ ઢાંકેચા (સરધાર), મનોજભાઇ વાલજીભાઇ કેરાળીયા (જાળીયા), ભાવેશભાઇ ઝાપડા (હલેન્ડા), રતુભાઇ ઘોઘાભાઇ મેવાડા (ચીત્રાવાવ), પ્રકાશભાઇ હરજીભાઇ ડાભી (કુચીયાદળ), ભુપતભાઇ જીવરાજભાઇ ધરેજીયા (મઘરવાડા), અરવિંદભાઇ કરશનભાઇ દેગામા (સાયપર), હરેશભાઇ લક્ષ્મણ વેકરીયા (ગવરીદળ), અમિતભાઇ ગોહીલ (ગઢકા), ધર્મેશભાઇ મનસુખભાઇ ઢાંકેચા (સરધાર), મુકેશભાઇ તેજાભાઇ ચાવડા (હરીપર)ની વરણી કરવામાં આવેલ.

મંત્રી તરીકે ભનુભાઇ પોલાભાઇ પરમાર (હલેન્ડા), જેન્તીભાઇ હરસીંહભાઇ ઢાંકેચા (સરધાર), વેલજીભાઇ ડાયાભાઇ બાવળીયા (લોઠડા), વિપુલભાઇ ઝાપડા (આણંદપર), મિલન જેરામભાઇ ગઢીયા (તરઘડીયા), પ્રકાશભાઇ હરજીભાઇ ડાભી (કુચીયાદડ), અશ્વિનભાઇ બટુકભાઇ બાપોલીયા (વાછકપર બેડી), રઘુભાઇ ટપુભાઇ જાદવ (ગવરીદડ), હિતેશભાઇ બાબુભાઇ લકકડ (સરધાર), શૈલેષભાઇ બાબુભાઇ સાવલીયા (હલેન્ડા), જેઠુરભાઇ જળુ (બાળપર), ચીરાગભાઇ રામજીભાઇ રોકડ (હલેન્ડા), પ્રકાશભાઇ મુંગપરા (પાડાસણ), ચિરાગભાઇ વલ્લભભાઇ મોલીયા (મહીકા)ની વરણી કરાઇ હતી.

કારોબારી સભ્યો તરીકે ભુપતભાઇ દેગામા (સાયપર), અશોકભાઇ વાટીયા (આણંદપર નવાગામ), ખોડાભાઇ બાવળીયા (લોઠડા), પ્રવિણભાઇ દેત્રોજા (હડાળા), અલ્તાફભાઇ મોડવીયા (સુર્યરામપરા), દિલીપભાઇ ધાનાણી (હલેન્ડા), વેલાભાઇ સોરીયા (હલેન્ડ), મનસુખભાઇ વધેરા (ઢાંઢીયા), વિપુલભાઇ મકવાણા (ચીત્રાવા), જેસીંગભાઇ બાવળીયા (ભાયાસર), કમલેશભાઇ અમીપરા (વડાળી), અજયભાઇ ભુવા (ખારચીયા), અશ્વિનભાઇ દેગામા (કુવાડવા), જગદીશભાઇ મિયાત્રા (હલેન્ડા)નો સમાવેશ કરવામાં આવેલ.

જયારે ઓબીસી સેલના પ્રમુખ તરીકે વિજયભાઇ સોલંકી (આણંદપર) અને અનુસુચિત જાતીના પ્રમુખ તરીકે જીતુભાઇ રાઠોડ (ભુપગઢ) ની વરણી કરાઇ હતી. એજ રીતે તાલકુા માલધારી સેલના પ્રમુખ તરીકે રઘુભાઇ લોહપરમાર (લીલી સાજડીયારી) અને મહિલા પ્રમુખ તરીકે રેખાબેન પ્રવિણભાઇ રોજાસરાની વરણી કરવામાં આવી હતી.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેશભાઇ ઢાંકેચા અને લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરૃભા જાડેજા નજરે પડે છે. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)