Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લોકમેળામાં ૯૦ કિલોવોટના ૧૭ તો ૨૦ કિલો વોટના ૫ કનેકશન અપાશે

કુલ ૧૫ ટ્રાન્‍સફોર્મરમાંથી લાઇન અપાશે : હોસ્‍પિટલ - ભોમેશ્વર - જંકશન - ટેક્ષ તથા ઇન્‍કમટેક્ષ ‘ફીડર' આવરી લેતુ તંત્ર : વીજ તંત્રે કામગીરી શરૂ કરી દિધી : પાંચ દિવસમાં રોજના ૩૦ હજાર લેખે ૧ાા લાખ યુનિટ અંદાજે વીજળી વપરાશે : મેળાની સ્‍ટ્રીટ લાઇટ જનરેટરથી ચાલશે તેવો નિર્દેશ

લોકમેળાની તડામાર તૈયારીઓ : કલેકટર સાંજે નિરીક્ષણ કરશે : રાજકોટના ભવ્‍યાતિ ભવ્‍ય લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ધડાધડ તમામ સ્‍ટોલ ઉભા થઇ રહ્યા છે, દિવસ-રાત કામગીરી ચાલુ છે, વરસાદને કારણે કાદવ - કીચડનું પણ અમુક વિસ્‍તારોમાં સામ્રાજ્‍ય છે, કલેકટરે પત્રકારોને જણાવેલ કે પોતે આજે સાંજે મેળાના સ્‍થળનું નિરીક્ષણ કરનાર છે, અને ત્‍યારબાદ મેળાનું નામ ફાઇનલ કરી લેવાશે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૮ : રાજકોટના લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, સ્‍ટોલ, ફજેત ફાળકા, મોટા ડોમ વિગેરે ઉભા થવા માંડયા છે.

દરમિયાન લોકમેળામાં અજવાળા પાથરવા પીજીવીસીએલના બેડીનાકા સબડિવીઝને પોતાના કોન્‍ટ્રાકટરો મારફત આજથી પાવર આપવા - કનેકશન આપવા અંગે કાર્યવાહી શરૂ કરી દિધી છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે લોકમેળામાં વીજ તંત્ર ૯૦ કિલો વોટના ૧૭, અને ૨૦ કિલો વોટના ૫ કનેકશન (વર્કીંગ માટે) ખાસ ઉભા કરશે. આ ટેમ્‍પરરી કનેકશનો હોય આ માટે કુલ ૧૫ ટ્રાન્‍સફોર્મરો કામમાં લેવાશે, રેસકોર્ષ મેદાનમાં ૮ થી ૧૦ ટ્રાન્‍સફોર્મરો ફીકસ છે, એક નવુ ૧૫મી ટ્રાન્‍સફોર્મર પણ ઉભુ કરાનાર છે.

આ ટ્રાન્‍સફોર્મરમાં કુલ ૫ ફીડરમાંથી પાવર આપી શકાય તે પ્રમાણે ગોઠવણ થઇ છે, જેમાં હોસ્‍પિટલ ફીડર, ભોમેશ્વર, જંકશન, ટેક્ષ અને ઇન્‍કમટેક્ષ ફીડરનો સમાવેશ થાય છે, જેમાં ટેક્ષ અને ઇન્‍કમટેક્ષ આ બંને ફીડરમાંથી ચેઇન્‍જ ઓવર કરી શકાય તે મુજબ કાર્યવાહી થશે, મેળામાં સ્‍ટ્રીટ લાઇટ ઇલેકટ્રીક કોન્‍ટ્રાકટર આપશે જે જનરેટરથી ચાલશે.

લોકમેળો ૫ દિવસ ચાલશે, સવારે ૮ થી રાત્રે ૧૨ સુધી એટલે કે રોજના ૧૬ કલાકમાં રોજના ૩૦ હજાર યુનિટ વપરાશે, ૫ દિવસમાં ૧ાા લાખ યુનિટ વીજળી ખર્ચાશે, એક યુનિટના ૧૦ થી ૧૨ રૂા. ચાર્જ ગણીએ તો કલેકટર તંત્રને ૫ દિવસમાં અંદાજે ૧૮ થી ૨૦ લાખનું બીલ આવશે તે પણ ફાઇનલ છે. હાલ વીજ તંત્ર દ્વારા ધમધોકાર કામગીરી ચાલુ છે, દરેક ટ્રાન્‍સફોર્મર પાસે કેબીન બનાવી મીટર મૂકાશે. કુલ ૧૫ નવા ડીજીટલ મીટર મુકવા કામગીરી થઇ રહી છે તેમજ વીજ તંત્રનો એક આખો સ્‍પે. કન્‍ટ્રોલ રૂમ રહેશે. મેળાના ચારેય ગેઇટ પાસે અને કંટ્રોલરૂમ ઉપર વીજ તંત્રનો રાઉન્‍ડ ધ કલોક લાઇન સ્‍ટાફ, જુનીયર - ડે.ઇજનેર પણ ખાસ ફરજ બજાવશે.

(3:20 pm IST)