Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ચોરી કરેલ બે મોટર સાયકલ સાથે રણજિત મદ્રાસીને પકડી પાડતી માલવીયાનગર પોલીસ

પીએસઆઇ વી.કે.ઝાલા અને મશરીભાઈ ભેટારિયાની બાતમી

રાજકોટઃ પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા એસીપી જે.એસ.ગેડમની સૂચના મુજબ વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ.કોન્સ, મસરીભાઇ ભેટારીયાની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેરમાંથી છેલ્લા ત્રણેક મહીનામાં ચોરી કરેલ કુલ ચોરાઉ મોટર સાયકલ નંગ- ૨ સાથે એક શખ્સને ગોકુલધામ મેઇન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયા સત્યનારાયણ વે બ્રીઝ પાસેથી પકડી પાડી બે મોટર સાઈકલોના રજીસ્ટર નંબર તથા એન્જીન તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા અન્ય વ્યક્તિઓના નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવતા આ શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનું નામ:- રણજીત સુરેશભાઇ મદ્રાસી ઉ.વ. ૩૦ ધંધો મજુરી રહે. ભીલવાસ ઇગલ પેટ્રોલપંપની સામે રફીકભાઇના ડેલામાં રાજકોટ

કબ્જે કરેલ મુદામાલ:-

(૧) હીરો હોન્ડા કંપનીનું સીલ્વર કલરનું સ્પ્લેન્ડર મો.સા. જેમા આગળ પાછળ નંબર પ્લેટ માં GJ-03-BJ-1734 ના નંબર લખેલ છે તથા ચેસીસ નંબર 06G16F19591 તથા એન્જીન નંબર જોતા 06G15E20194 છે તે કી.રૂ. ૨૫,૦૦૦/- કે જે કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપ પાસેથી આજથી આશરે બે-ત્રણ મહીના પહેલા ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

(ર) કાવાસકી કંપનીનું બોક્ષર સીટી મો.સા. નંબર GJ-03-NN-2529 તેમજ તેના ચેસીસ નંબર DFFBGK72520 તથા એન્જીન નંબર 31MBGK36404 ના છે તે જેની કી.રૂ. ૧૫,૦૦૦/- કે જે રાજકોટ સીવીલ હોસ્પીટલના પાર્કીંગ માંથી આજથી આશરે બે-અઢ્ઢી મહીના પહેલા ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. કુલ મોટર સાયકલ નંગ- ૨ જેની કુલ કી.રૂ. ૪૦,૦૦૦/

ચોરી કરવાની રીત:-

આરોપી જે મોટર સાયકલો હેન્ડલ લોક વગર પાર્ક કરેલ હોય તે મોટર સાયકલોની ચોરી કરી ઉપયોગ કરવાની એમ.ઓ ધરાવે છે.

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:-

(૧) રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૦૦૧૮/૨૦૨૧ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૮૫ મુજબ 

આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા તથા દિગ્પાલસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા કુલદીપસિંહ જાડેજા તથા હિતેષભાઈ અગ્રાવત માલવીયાનગર પોલીસ ટીમે કરી હતી.

(10:06 pm IST)