Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પીપળીયા હોલની બાજુમાં શ્રી નાથજી કોમ્પલેક્ષના પાર્કીંગ તેમજ પહેલા માળે આવેલ દુકાનમાં ભક્તિનગર પોલીસનો દરોડો: ઇંગ્લીશ દારૂની ૭૦ પેટી સાથે ધવલલિંહ અને પ્રદીપ પકડાયા: બુટલેગર પ્રતીક ઉર્ફે કાળિયોનું નામ ખુલ્યું

પીઆઇ જે.ડી. ઝાલા, પીએસઆઇ કામળિયા અને ટીમનો દરોડો: રણજીતસિંહ, દિનેશભાઇ અને વાલજીભાઈની બાતમી

રાજકોટ: ભક્તિનગર પોલીસે પીપળીયા હોલ પાસે એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અને પહેલા માળની દુકાનમાં દરોડો પાડી બે શખ્સને ૪ લાખ ૨૦ હજારના દારૂ સાથે પકડી લીધા છે.પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર મિણા તથા એસીપી એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આગામી શ્રાવણ માસના તહેવાર અનુસંધાને ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અંગેની પ્રવૃતી ઉપર ખાનગી રાહે વોચ ગોઠવી આવી પ્રવૃતીઓ કરનાર ઇસમો ઉપર અંકુશ લાવી આવી પ્રવૃતીઓ રાજકોટ શહેર માંથી સદંતર નાબુદ થાય અને આગામી તહેવારની ઉજવણી રાજકોટ શહેરની પ્રજા સુખ શાંતીથી માણી શકે તેમજ સુલેહ શાંતી જળવાય રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરી ગે.કા. જુગાર ધારા તેમજ પ્રોહિબીશનના કેશો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત પોલીસ ઇન્સપેકટર જે.ડી.ઝાલાની સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.જે.કામળીયા તથા સર્વેલન્સ ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા દિનેશભાઇ બગડા તથા પો.કોન્સ. વાલજીભાઇ જાડાને મળેલ બાતમી આધારે પીપળીયા હોલની બાજુમાં આવેલ શ્રીનાથજી કોમ્પલેક્ષના પાર્કીંગમાંથી તથા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલ દુકાનમાં ઇંગ્લીશ દારૂની પેટીઓની હેરાફેરી કરતા બે શખ્સોને દારૂની કુલ-૭૦ પેટીઓ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આરોપીઓ નામ સરનામા:-

(૧) ધવલસિંહ અજીતસિંહ પરમાર ઉ.વ.૨૨ રહે. વિવેકાનંદનગર શેરીનં ૦૨, ૪૦ ફુટ રોડ રાજકોટ 

(૨) પ્રદિપભાઇ બુધેશભાઇ ઉર્ફે બીપીનભાઇ હરસોડા ઉ.વ. ૩૩ રહે. સહકાર મે.રોડ ધર્મ હોલની સામે રાજકોટ

 (3) પ્રતીક ઉર્ફે કાળીયો અરવિંદભાઇ પરમાર રહે. ગોપાલ પાર્ક શેરીનં. ૧ રાજકોટ (પકડવા પર બાકી)

દરોડામાં (૧) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજીનલની પેટી-૪૮ બોટલ નંગ-૫૭૬ કિ.રૂ.૨,૮૮,૦૦૦ (ર) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી પેટી-૨૨ બોટલ નંગ-૨૬૪ કિ.રૂ. ૧,૩૨,૦૦૦/ (૩) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૪૬,૦૦૦ મળી કુલ રૂ. ૪,૬૬,૦૦૦-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ કામગીરી પીઆઇ જે.ડી. ઝાલા, પો.સબ.ઇન્સ. આર.જે કામળીયા તથા એસ.એન. જાડેજા, એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, દિનેશભાઇ બગડા, મનરૂપગીરી ગૌસ્વામી, હીરેનભાઇ પરમાર, સલીમભાઇ મકરાણી તથા પો.કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, મનિષભાઇ શીરોડીયા, રાજેશભાઇ ગઢવી, હીતેન્દ્રસિંહ ઝાલા, મૈસુરભાઇ કુંભારવાડીયા તથા TRB રક્ષીત વાડોદરીયાએ કરી છે.

(8:59 pm IST)