Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ સહિત ૩ શહેરના ૧૫ પેટ્રોલપંપમાં વેટ તપાસ પૂરી : સ્થળ પરથી ૭૫ લાખની વસૂલાત : સૌરાષ્ટ્રના ૮ સ્થળે હજુ તપાસ ચાલુ

રાજયમાં કુલ ૭૦ પેટ્રોલપંપમાંથી ૨૭ પેટ્રોલપંપમાં તપાસ ચાલુ હોય આંકડો વધી જશે : સાંજે અથવા તો કાલે જાહેરાત થાય તેવી શકયતા

રાજકોટ, તા. ૯ : રાજયના વેટ ડિપાર્ટમેન્ટે ટેકસ ચોરી બાબતે રાજકોટ સહિત કુલ ૭૦ સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા.

વેટના અન્વેશનના કમિશ્નર શ્રી દામોદના માર્ગદર્શન હેઠળ અને તેમની સુચના બાદ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીધામમાં અધિકારીઓ શ્રી ત્રિવેદી અને શ્રી ગુર્જરના માર્ગદર્શન હેઠળ કુલ ૨૬ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ૨૬માંથી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં તપાસ પૂરી થયાનું જાણવા મળ્યુ છે. રાજકોટ સહિત ઉપરોકત બંને શહેરમાંથી કુલ ૧૫ પેટ્રોલપંપમાંથી ૭૫ લાખ રૂ.ની સ્થળ ઉપર જ વસૂલાત થયાનું અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું. અધિકારીઓ જણાવે છે કે હજુ ૮ પેટ્રોલપંપો પર દરોડાનો દોર ચાલુ છે. રાજયના અનેક શહેરોમાં પણ દરોડા ચાલુ હોય કરચોરીનો આંકડો વધી જશે. ડાયરેકટ આવતીકાલે અથવા તો મોડી સાંજે અમદાવાદથી ટેકસચોરી અંગે જાહેરાત થાય તેવી શકયતા છે.

(5:03 pm IST)