Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

'સુચારૂ ટ્રાફિક વ્યવસ્થામાં સમાજનું યોગદાન': વકતૃત્વ સ્પર્ધામાં વૈભવ, ઇશા અને શૈફાલી વિજેતા

પોલીસ અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓનો છાત્રો અને પ્રોફેસર સાથે ટ્રાફિક અંગે વિસ્તૃત ચર્ચાઓઃ વિજેતાઓને ઇનામ અને શિલ્ડ અપાયા

રાજકોટ તા. ૯: 'જન સુખાકારી દિવસ'ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુવાનોમાં ટ્રાફિક અંગે જાગૃતતા કેળવાય તે માટે ટ્રાફિક સેમીનારનું આયોજન આત્મીય ઓડીટોરીયમ આત્મીય કોલેજ  થયું હતું. જેમાં મારવાડી યુનિવર્સીટી, આર.કે. યુનિવર્સીટી, આત્મીય યુનિવર્સીટી, હરીવંદના કોલેજ, કુંડલીયા કોલેજ, પાંધી કોલેજ, એમ. પી. શાહ લો કોલેજના પ્રતિનીધીઓ તથા વિદ્યાર્થીઓએ હાજર રહી 'સુચારૂ ટ્રાફિક વ્યવસ્થામાં સમાજનું યોગદાન' હેઠળ વકતૃત્વ સ્પર્ધામાં એક એકથી ચડીયાતા વકતવ્યો આપ્યા હતાં.

૧૭ છાત્રોએ તેમાં ભાગ લીધી હતો. શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને તમામ વિદ્યાર્થીઓ તથા હાજર તમામ મહાનુભાવોએ ઉભા થઇ સેલ્યુટ કરી બિરદાવી હતી. કાર્યક્રમના અંતે નિવૃત્ત આર.ટી.ઓ. શ્રી જે. વી. શાહ તથા જીનીયસ સ્કુલના વિપુલભાઇ તેમજ ડીસીપી પ્રવિણકુમાર મીણાએ પ્રથમ વિજેતા તરીકે વૈભવ કોગજે (હરીવંદના કોલેજ), દ્વિતીય કુમારી ભુવા ઇશા (કુંડલીયા કોલેજ )અને તૃતીય કુમારી શૈફાલી રાઠોડ (આર. કે. યુનિવર્સીટી)ને જાહેર કર્યા હતાંઉ તેમને શિલ્ડ અને પ્રમાણ પત્રો અપાયા હતાં. વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરી તેઓને  બાદમાં ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓ દ્વારા હાજર વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરશ્રીઓ સાથે ટ્રાફિક અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકોએ સોશીયલ મીડીયા પર લાઇવ નિહાળ્યો હતો.

(5:02 pm IST)