Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ-જુનાગઢમાંથી બાઇકની ચોરી કરનાર ઇલીયાસ ગામેતી ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશન અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ર બાઇકની ચોરી કરનાર જુનાગઢના દોલતપરા, સ્વામી નારાયણ સોસાયટીમાં રહેતા ઇલીયાસ અબ્બાસભાઇ ઉનડ (ગામેતી- ઉ.વ.૪૮) ની સી ડીવીઝની પોલીસે ધરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતપસિંહ પવાર પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી ની સુચનાથી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી જે. જે. ગઢવી તથા એએસઆઇ એન. વી. રામ તથા હેડ કો. આર. બી. છેલાણા, તથા પીસી આઝાદસિંહ સિસોદીયા, ભગવાનજી વાઢીયા, ચેતનસિંહ સોલંકી, ઇન્દ્રજીસિંહ ઝાલા, કરણસિંહ ઝણકાત, દીલીપભાઇ ડાંગર, વિગેરે પોલીસ સ્ટાફે કરી હતી.

(5:00 pm IST)