Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબી રોડ પર મ.ન.પા.ની જમીનોમાંથી દબાણો તોડી પડાયાઃ ૧.૯૫ કરોડની જગ્યા ખુલ્લી થઇ

રાજકોટ : કમિશનરશ્રી અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા (ઈસ્ટ ઝોન) દ્વારા તાજેતરમાં શહેરના વોર્ડ નં.૪ ના જુદા જુદા વિસ્તારમાં ટી.પી. સ્કીમના અનામત પ્લોટમાં આવેલ દબાણો દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ તે વખતની તસ્વીર. જેમાં વોર્ડ નં.૪માં ટી.પી.સ્કોમ. નં.૧૪ (રાજકોટ), એફ.પી.૪/બી, (એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.) ગાયત્રી પાર્ક મેઈન રોડ પર મકાન નું બાંધકામ તથા વોર્ડ નં.૪ માં ટી.પી.સ્કીમ. નં.૧૪ તથા એફ.પી. પ-એ-૧ , (રહેણાંક વેચાણ) અક્ષર પાર્ક, જય જવાન જય કિશાન મેઈન રોડ વોર્ડ નં.૪ માં ટી.પી.સ્કીમ. નં.૧૭ (રાજકોટ), એફ.પી. ૪પ/એ, (સેલ ફોર કોર્મશિયલ ) મહેશ્વરી સોસાયટી, મોરબી રોડ બાયપાસ પાસે તેમજ વોર્ડ નં.૪ માં ટી.પી.સ્કીમ. નં.૧૭ (રાજકોટ), એફ.પી. ૧૩/એ, (રહેણાંક વેચાણ), રામાણી પાર્ક શેરી ન. ર તેમજ વોર્ડ નં.૪ માં ટી.પી.સ્કીમ. નં.૧૮ (રાજકોટ), એફ.પી. ૧૨ર/બી , (સ્કુલ), સાગર સોસાયટી, બેડી ચોકડી પાસે, વેલનાથ પરા સામેની અંદર વગેરે સ્થળેથી કુલ ૬૯૦.૦૦ ચો.મી. દબાણો દુર કરી ૧,૯૫,૨૫,૦૦૦ (એક કરોડ પંચાણુ લાખ પચ્ચીસ હજાર)ની જગ્યા ખુલ્લી કરાવેલ. આ ડીમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઈસ્ટ ઝોન)ના આસી.ટાઉન પ્લાનર એસ.એસ.ગુસા, વી.વી.પટેલ, એ.એચ.દવે તથા એડી.આસી.એન્જી,  અશ્વિન પટેલ, મનોજ પરમાર, જયંત ટાંક, એસ.એફ.કડિયા, સી.વી.પંડિત, વર્ક આસી. સિસોદિયા અનિરૂધ્ધસિંહ, ઉદય ટાંક, તથા સર્વેયર યુ.યુ. પટેલ ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા ટીમ સાથે, દબાણ હટાવ શાખા, ફાયર બ્રિગેડ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(4:57 pm IST)