Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગોંડલ રોડ પરથી અજાણ્યા પ્રોઢની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

આઇકાર્ડમાં જ્હોન મેથ્યુસ સોરાષ્ટ્ર ટીન એન્ડ મેટલ લખેલુ છેઃ માલવીયાનગર પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૯: ગોંડલ રોડ પર નેકઝા શો રૂમ સામે રોડ પરથી અજાણ્યા આશરે ૫૬ વર્ષના પ્રોઢ બેભાન મળતાં તેને ૧૦૮ના તબિબે મૃત જાહેર કરતાં માલવીયાનગરના હેડકોન્સ. એ. જે. કાનગડે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. મૃતકે કોફી પેન્ટ, ગ્રે રંગનો ઉભી લાયનીંગનો શર્ટ પહેર્યો છે. દાંત હોઠથી બહાર દેખાય છે. ડાબા હાથની બીજી આંગળી જુની કપાયેલી છે. એક આઇકાર્ડ મળ્યું છે. તેમાં જ્હોન મેથ્યુસ-રાજકો, સોૈરાષ્ટ્ર ટીન એન્ડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ લખેલુ છે. આ આઇકાર્ડ ૧/૯/૯૧નું લાગે છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત-સગાસંબંધી હોય તો માલવીયાનગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ અથવા હેડકોન્સ. એ. જે. કાનગડને મો. ૯૯૦૯૯ ૭૮૧૭૪ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(4:52 pm IST)