Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વાડાસડા ગામના વૃધ્ધાના આપઘાત કેસમાં આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૯: આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી અવાર નવાર આપતા હોય તેમજ જમીનના વિવાદ અને પૈસાની લેતી દેતી ના મન દુઃખના કારણે ફરીયાદી કાનજીભાઇ લખમણભાઇ સાગરની રહે. વડાસડાવાળાએ ઝેરી દવા પી લઇને આઘાત કરેલ પરંતુ સારવાર દરમ્યાન બચી ગયેલ જે સંબંધેની પોલીસ ફરિયાદ થતા આરોપીઓએ આગોતરા જામીન અરજી દાખલ કરતા જેતપુર સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી કાનજી લખમણ સગર (ઉ.વ. ૭૦) કારડીયા રાજપુત, રહે. વાડાસડા ગામ જેતપુરવાળાએ તા. ર૭.૦૭.ર૦ર૧ના રોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના કૌટુંબીક ભત્રીજા દિલીપસિંહ જાદવભાઇ સગર તથા તેનો પુત્ર અલ્પેશ દિલીપસિંહ સગર, રહે. વાડાસડાવાળાઓ વિરૂધ્ધ ધોરણસરની ફરિયાદ કરેલ કે આરોપી દિલીપસિંહને તેના નાના દીકરા જીજ્ઞેશના લગ્ન સમયે રૂ. પ૦,૦૦૦/-ની જરૂરીયાત હોય જેથી આરોપીઓને તે રકમ આપેલ ત્યારબાદ આરોપીઓ પાસે રકમની જયારે પરત માંગણી કરતા ત્યારે આપતા ન હોય જેમ ફાવે તેમ ગાળો આપતા હોય અને ફરીયાદી જે મકાનમાં રહેતા હોય તે પણ ખાલી કરાવી નાખવાની અવાર-નવાર ધમકી આપી માનસીક દુઃખ ત્રાસ આપતા અને ફરીયાદીના પિતાના નામની આશરે સાત વીઘા જમીન અંગે પણ તકરાર લેતા હોય ફરીયાદીને બંન્ને આરોપીઓઅ અવાર-નવાર ગાર્ળો બોલી મારી નાખવાની ધમકી આપતા હોય જેના ત્રાસથી કંટાળી ફરિયાદીએ તારીખ ર૪-૦૭-ર૦ર૧ના રોજ સવારે વાડીએ જઇને ઝેરી દવા પી લીધેલ હતી અને ફરીયાદીને તાત્કાલીક સારવાર અર્થે સંજીવની હોસ્પીટલમાં લઇ ગયેલ અને ફરીયાદી બચી જતા તેમના દ્વારા તારીખ ર૭.૦૭.ર૦ર૧ના રોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધીત પાસ ચાલુ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ ચાલઁુ કરેલ હતી.

આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત જેતપુરની સેશન્સ કોર્ટમાં આરોપીઓએ આગોતરા જાીમન અરજી દાખલ કરેલ હતી.

આરોપી પક્ષને તથા સરકારી વકીલને વિગતવાર સાંભળી તેમજ તપાસ કરનાર અધિકારી દ્વારા કરવામાં આવેલ સોગંદનામું, પોલીસ પેપર્સ તથા દસ્તાવેજોને ધ્યાનમાં લઇને આરોપી પક્ષની દલીલ ગ્રાહય રાખી આરોપીઓને તપાસ સાથ સહકાર આપવો તેમજ અન્ય શરતોને આધીન આરોપીઓને આગોતરા જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ હતી.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના યુવાધારાશાસ્ત્રી સ્તનવ જી. મહેતા, કૃષ્ણ ગોર, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, અશોક સાસકીયાતથા વિપુલ રામાણી રોકાયેલ છે.

(4:48 pm IST)