Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગોંડલમાં રેલવે ટ્રેકમેનને મારમારી લૂંટના ગુનામાં સામેલ ત્રણ શખ્સો છ ચોરાઉ બાઇક સાથે ઝડપાયા

માલવીયાનગર પોલીસે ત્રણેયને લક્ષ્મીનગરના નાલા પાસેથી દબોચ્યાઃ છ ચોરાઉ ટુવ્હીલર કબ્જે

રાજકોટતા. ૯ : ગોંડલમાં રેલવેના ટ્રેક મેનને મારમારી મોબાઇલની લૂંટ ચલાવવાના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર ત્રણ શખ્સોને લક્ષ્મીનગરના નાલા પાસેથી છ ચોરાઉ ટુ વ્હીલર સાથે માલવીયાનગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નાનામવા રોડ લક્ષ્મીનગરના નાલા પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ.વી.કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ તથા સિધ્ધરાજસિંહને બાતમી મળત લક્ષ્મીનગરના નાલા પાસેથી નવઘણ રામજીભાઇ સાડમીયા (ઉ.ર૩) (રહે. રેસકોર્ષ ગ્રાઉન્ડ બાલભવનના દરવાજા પાસે પટમાં મુળ સાલકણા તા.ચોટીલા) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે પુછપરમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા બહાદુર ઉર્ફે વિજય ગોરધનભાઇ સાડમીયા (ઉ.ર૦) અને કીશન ગોરધનભાઇ સાડમીયા (ઉ.ર૧) ને પકડી લઇ વધુ પાંચ ચોરાઉ ટુવ્હીલર કબજે કર્યા હતા. ત્રણેય શખ્સોએ ર૦ર૦માં ગોંડલ રહેતા અને રેલવેમાં ટ્રેકમેન તરીકે ફરજ બજાવતા રામપ્રવેશકુમાર રામચંદ્રભાઇ જામેદારને આંતરી પાઇપ અને ધોકાવડે  મારમાર મોબાઇલની લૂંટ ચલાવવાના ગોંડલ તાલુકા પોલીસ મથકના ગુન્હામાંં દોઢ વર્ષથી ફરાર હતા.

આ કામગીરી પી.આઇ.કે.એન. ભુડણના નામાર્ગદર્શન પી.એસ.આઇ. વી.કે.ઝાલા, હેડ કોન્સ. સમરીભાઇ, યુવરાજસિંહ, સીધ્ધરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:48 pm IST)