Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટ્રાફિક શાખાનો વિવિધ સંગઠનો સાથે લોકસંવાદઃ ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક, આરટીઓ, આરએમસી, એસટીને લગતી રજૂઆતો

જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. આર. મલ્હોત્રાએ સમસ્યાઓ દૂર કરવા બાહેંધરી આપી

રાજકોટ તા. ૯: ગુજરાત રાજ્ય સરકારના સફળતા પૂર્વક પાંચ વર્ષ પુર્ણ થતાં જન સુખાકારી દિવસ તરીકે ઉજવણી થઇ છે.  જે અંતર્ગત  શહેર ટ્રાફિક સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો સાથે લોક સંવાદનું આયોજન રામનાથપરા કોમ્યુનીટી હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંગઠનોએ અલગ અલગ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.

આ લોક સંવાદ કાર્યક્રમમાં રાજકોટ ટ્રાવેલ્સ એશોસીએશનના પ્રમુખશ્રી વૈકુંઠભાઇ નીમાવત, હરપાલસિંહ જાડેજા, દશરથભાઇ વાળા, ભાવેશભાઇ કતીરીયા, રાજકોટ એશોસીએશનના પ્રમુખશ્રી હસુભાઇ ભગદેવ, છકડા એશોસીએશનના પ્રમુખશ્રી અજીતભાઇ મકવાણા, રીક્ષા એશોસીએશનના પ્રમુખશ્રી હુશેનભાઇ સમા, દાણાપીઠ વેપારી એશોસીએશનના પ્રમુખશ્રી જતીનભાઇ બગડાઇ, સોની બજાર એશોસીએશનના શ્રી કિર્તીભાઇ પ્રભુદાસ, ધર્મેન્દ્ર રોડના વેપારી એશોસીએશનના શ્રી ભદ્રેશભાઇ ગઢવી, રાકેશભાઇ શાહ, પરાબજાર વેપારી એશોસીએશનના શ્રી નવીનભાઇ સેજપાલ, ચેતનભાઇ મહેતા, મેટાડોર એશોસીએશનના પ્રમુખશ્રી વિક્રમભાઇ બાલાસરા વિગેરે તેમના સંગઠન સાથે આશરે ૨૫૦ જેટલા સભ્યો આ લોક સંવાદમાં હાજર રહ્યા હતાં.

 તેઓએ પોતાને પડતી જુદી જુદી ટ્રાફિક અંગેની તેમજ ટ્રાન્સપોર્ટ અંગેની આર.ટી.ઓ.ને લગતી તેમજ આર.એમ.સી., એસ.ટી.ને લગતી રજુઆતો કરી હતી. જે રજુઆતો અંગે સંયુકત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, આર.ટી.ઓ. શ્રી પી. બી. લાઠીયા નિવૃત્ત આર.ટી.ઓ. શ્રી જે. વી. શાહ ટ્રાફિક એસીપી વી. આર. મલ્હોત્રા  તેમજ ટ્રાફિક શાખાના ઇન્સ્પેકટરશ્રીઓ દ્વારા તેઓની તકલીફોનો નિકાલ લાવવા બાહેંધરી આપેલ હતી. આ સંવાદના અંતે તમામ સંગઠનોએ આર.ટી.ઓ. તેમજ ટ્રાફિક પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યકત કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી.

(4:46 pm IST)