Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટી.પી. ૩૮/૧ને સરકારની મંજૂરી : માધાપર વિસ્તારમાં વિકાસના દ્વાર ખુલ્લા : મુખ્યમંત્રી વિજયભાઈનો આભાર માનતા બિલ્ડર અગ્રણીઓ

મંજુરીના વાંકે બાંધકામ ઠપ્પ થયેલ તે બાબતે કરાયેલી રજુઆતો સફળ : જો કે મ.ન.પા. તંત્રને હજુ ટી.પી. મંજુરીની સત્તાવાર જાણ નથી કરાઇ

રાજકોટ, તા. રપ : રાજકોટ નું રતન  અને ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માધાપર ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં ૩૮/૧ ને મંજુર કરી ને શહેર ના નવા વિસ્તાર માં બાંધકામ ઉદ્યોગ જે કોરોના અને મહા મંદી માંથી બહાર આવવા ફાફા મારતો હતો તેને એક સંજીવન ચેતના આપેલ છે. આ પ્રશ્ન ને લઈ ને રાજકોટ બિલ્ડર એસોસિએશન ના નેજા નીચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી સમક્ષ શ્રી હેરમાં, કેતન હિંડોચા, પ્રવીણ કાનાબાર,જાણીતા આર્કિટેક દીપક મેઘાણી, જય ટિલારા દ્વારા  રજૂઆત કરાયેલ અને તે મુખ્યમંત્રીશ્રીએ તૂર્ત જ આ પ્રશ્નથી પૂર્ણ વાકેફ અને બાહોશ એવા સચિવ શ્રી રાવલને ટી.પી. નો  પૂર્ણ કરવા આજ્ઞા કરેલ જેનો  સુખદ નિવારણ આવતા મુખ્યમંત્રી શ્રી પ્રત્યે બિલ્ડરોએ આભાર વ્યકત કર્યો છે.

માધાપર ૩૮/૧ ટી.પી. સરકાર શ્રી એ મંજુર કરતા આ વિસ્તાર ના અગ્રણી બિલ્ડર તથા રાજકોટ શહેર જિલ્લા ભાજપ ના કારોબારી સદસ્ય પ્રવીણ કાનાબાર એ ખૂબ જ આનંદ અનુભવતા જણાવેલ છે કે આપણા જ ૅઘરદિપકૅએવા મુખ્યમંત્રી શ્રી દ્વારા આ વિસ્તાર ને  પવિત્ર 'શ્રાવણમાસ'ના શુભ પ્રારંભમાં આ એક મોટી ભેટ આપી ગણાય આથી આ વિસ્તાર માં બાંધકામ ક્ષેત્ર  ને નવા પ્રાણ મળશે...

આ પ્રશ્ને રાજકોટ બિલ્ડર એસોસિએશનના  પ્રમુખ શૈલેષ ભાઈ શાહ અને જેમની પાસે ખુબજ અનુભવી નોલેજ છે એવા શ્રી હેરમાં સાહેબ તથા કેતન હિંડોચા એ ખુબજ જહેમત ઉઠાવી હતી. સાથેજ હવે આ વિસ્તાર ની ટી.પી. સ્કીમ -૧૧ ને પણ ત્વરિત મંજૂરી મળે તેવી પણ લાગણી વ્યકત કરી હતી.

દરમિયાન આ બાબતે  મ.ન.પા.ના ટી.પી.ઓનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ટી.પી. સ્કીમ નં. ૩૮/૧ ની મંજુરીની કોઇ સતાવાર જાણ હજુ તંત્રને સરકાર દ્વારા કરવામાં નથી આવી.

(4:46 pm IST)