Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જન્મ-મરણના દાખલાઓ વોર્ડ ઓફીસેથી સવારે માત્ર બે કલાક જ મળશે

સુધારા-વધારાવાળુ પ્રમાણ પત્ર બે દિવસમાં જ મળી જાય તેવા પ્રયાસોઃ મ્યુ.કમિશ્નર

રાજકોટ,તા.૯: શહેરીજનોને જન્મ - મરણનાં દાખલાઓ વોર્ડ ઓફીસેથી  સવારે માત્ર ૧૦ થી ૧૨ વાગ્યા સુધી આપવામાં આવશે તેમજ સુધારા-વધારા વાળુ પ્રમાણપત્ર બે દિવસમાં મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતુ.  

આ અંગે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતુ કે,  શહેરીજનોને મ્યુ.કોર્પોરેશનની કચેરીએ આવવુ ન પડે તે માટે તંત્ર દ્વારા શહેરની તમામ ૧૮ વોર્ડ ઓફિસેથી જ જન્મ-મરણનાં દાખલાઓ મળી શકે તે માટે ગત સપ્તાહેથી આ સુવિધાનો પ્રારંભ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યો હતો.

વધુમાં શ્રી અરોરાએ જણાવ્યુ હતુ કે, કર્મચારીઓ બપોર બાદ ફીલ્ડ જતા હોવાથી વોર્ડ ઓફિસે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી જન્મ-મરણનાં દાખલામાં ફેરફાર, જન્મમાં નામ ઉમેરવું સહિતની કામગીરી કરવામાં ં આવશે.બાકીનાં સમયમાં ત્રણેય ઝોન કચેરીએ આ બન્ને પ્રમાણપત્રોમાં સુધારા-વધારા તથા નવા મેળવી શકાશે.

અંતમાં તેઓએ જણાવ્યુે હતુ કે, આ પ્રમાણપત્રોમાં સુધારા-વધારાની અરજી આપ્યા બાદ નવા પ્રમાણપત્ર આઠ દિવસ જેટલો સમય લાગતો પરંતુ હવ સુધારા- વધારા વાળુ સર્ટીફીકેટ બે દિવસમાં જ આપી દેવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(3:26 pm IST)