Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ઓનલાઇન શિક્ષણ બંધ કરો

સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માંગણી ઉઠાવાઇ છે. સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી આ રજુઆત કરાઇ હતી. બાળકો શારીકિ અને માનસીક રીતે ઓનલાઇન શિક્ષણ માટે પરીપકવ હોતા નથી. છેવાડાના વિસ્તારોને ઇન્ટરનેટ કનેકટીવીટી મળતી નથી. ઘણા બાળકો પાસે સ્માર્ટ ફોનની સુવિધા પણ ઉપલબ્ધ હોતી નથી. કનેકટીવીટી મળતી હોય તો પણ ઘણા વાલીઓને ઇન્ટરનેટના વધારાના ખર્ચા પોષાતા નથી. આ બધી બાબતો ધ્યાને લઇ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા અને શાળાઓ રેગ્યુલર શરૂ કરવા સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના જીજ્ઞેશ વાગડીયા, એડવોકેટ નયન કોઠારી, એડવોકેટ મનિષભાઇ પાટડીયા, રાજેશભાઇ પાટડીયા, કેતનભાઇ પાટડીયા, શૈલેષભાઇ પાટડીયા, પરેશભાઇ પાટડીયા, રવિકાન્તભાઇ વાગડીયા, પ્રશાંતભાઇ વાસગડીયા, ભાવિનભાઇ વાગડીયા, હરેશભાઇ ભુવા, નિલેશભાઇ જડીયા, શોભનભાઇ પારેખ, અનિલભાઇ આડેસરા, હિતેશભાઇ વાગડીયા, કલ્પેશભાઇ પારેખ, ભાવેશભાઇ પાડીયા, ભાવેશભાઇ જાદવ, પીન્ટુભાઇ રાધનપુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)