Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શિવજીના પુજનનો શ્રેષ્ઠ મહિમા

પવિત્ર- નીરંકારી અને પાવનકારી શ્રાવણમાસ

 હિન્દુ માત્રમાં ધર્મ અને ધર્મમય ઉત્સવોમાં સર્વશ્રેષ્ઠ ઉત્ત્।મ માસ તરીકે પૂજાતો હોય અને શ્રેષ્ઠતમ અનેરૂ મહત્વ ધરાવતો હોય તો તે 'શ્રાવણ માસ' છે. તે શિવની ભકિતના મહીમાનો શ્રેષ્ઠમાસ છે. શ્રાવણમાસ આવતા કે નામ સાંભાળતા જ હિન્દુ સમાજના માનસ પર ભગવાન શિવનો સાક્ષાત્કાર થતો હોય છે.

 શંકર એટલે કે મહાદેવ જેને દેવોના દેવ કહેવાય છે. અન્ય દેવી દેવતાઓના પુજન માટે કોઈ એક દીવસ નક્કી હોય છે. પણ ભોળાનાથ માટે તેના પુજન માટે પુર્ણ આખો માસ છે. જે માસમાં પુજન કરવાથી આપણને એક અનોખી ઉર્જા મળે છે. જે ઉર્જા દરમ્યાન આપણે આખું વર્ષ તે ઉર્જાનો અહેસાસ થાય છે. આમ તો ઈશ્વરની ભકિત માટે કોઈ પણ દિવસ કે સમય ન હોય. પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભકિત કરવી એ એક અવિશ્મરણીય લાભ છે. જે લ્હાવો અવશ્ય મેળવો. શાસ્ત્રો મુજબ શ્રાવણમાસ દરમ્યાન ભગવાન શિવ, શિવમંદિરમાં જયોતિર્લીંગમાં સાક્ષાત બિરાજમાન હોય છે. જેથી તેની ઉપાસના,પૂજન,અર્ચન,જપ,તપ,થી અનેક ગણું પુણ્યનું ભાથું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય દેવી- દેવતાઓનું રહેઠાણ સ્વર્ગમાં છે. જયારે આપણા ભોળીયાનાથનું કૈલાશ પર્વત, હિમાલય, ગીરનાર અથવા સ્મશાનમાં જે તેમના રહેઠાણ હોય છે તેવું મનાય છે. તેનું રહેઠાણ સ્વર્ગ કે બ્રહ્માડ નથી, પૃથ્વી પર જ છે. તેમના રહેઠાણના ઉપરોકત સ્થળ પૃથ્વી પર જ આવેલા છે. જેથી આ શિવ અને જીવનો સંયોગ,મિલન થઈ શકે છે. શ્રાવણમાસ આવતાની સાથે જ ભકતો ભોળીયાનાથને પોતાની ભકિત રસમાં નવડાવી તળબોળ થઈ જાય છે. અને રોજે રોજ શિવાલયોમાં શિવ પુજનની સામગ્રી લઈને પુજન અર્થે જતા હોય છે. અને શિવ મંદિરમાં પુજન માટે કતારો લાગે છે. આ બધામાં વિશેષ તો ભગવાન ભોળાનાથ ભાવનાના ભૂખ્યા હોય છે.

ભોળાનાથને રીજવવા લોકો જળ, દૂધ, શેરડીનો રસ, પંચામૃત, નાળીયેરનું પાણી અન્ય ફળ ફળાદી જેવી અસંખ્ય સામગ્રીઓ ભોળાનાથ પર ચડાવે છે. આ તમામ ભોળાનાથને પ્રિય છે.(પરંતુ અતિરેક ન થવો જોઈએ તે આપણે અવશ્ય સમજવું જોઈએ)

 શ્રાવણ માસની સાથે સાથે આ માસમાં તહેવારો પણ ચાલુ થઈ જતા હોય છે. આ માસમાં પુરો માસ લોકો તહેવારો અને સારા દીવસોની આનંદ, ઉલ્લાસ અને ભકિત ભાવથી ઉજવણી કરે છે. શિવ ભજનની સાથો સાથ કૃષ્ણ જન્મોત્સવ પણ આવે છે. આ સમય દરમ્યાન ભકતજનો ભગવાન શિવને બે દિવસ ભૂલીને નટખટ કૃષ્ણમય બની જાય છે. અને કૃષ્ણ ભગવાનની લીલા વાગોળતા થઈ જાય છે. અને તમામ હિન્દુ ધર્મના મંદિર જાત-જાતના અને નવા નવા રંગ રૂપ ધારણ કરે છે. શ્રાવણમાસ પૂર્ણ વર્ષ દરમ્યાન નો પવિત્ર, પાવનકારી, નિર્લેપ ખુબ જ મહત્વનો શ્રદ્ઘાનો મહિનો છે. કહેવાય છે કે ભગવાન શંકર શરીર પર વ્યાઘ્રચર્મ પહેરેલું(વિટાયેલું)  છે. તેમનું આસન વ્યાઘ્રચર્મ  પર છે. વાધના આશનનો મતલબ કે કામ, ક્રોધ,મોહ, પર વિજય તેવો છે. અને કહેવાય છે કે ભૂત,પ્રેત ડાકીની, યક્ષ એમને આધીન છે. જેમની ચારેબાજુ પ્રાણી માત્ર પર તેમની પુર્ણ સત્ત્।ા છે. શિવજીનું આમ વધારે નિવાસ સ્થાન સ્મશાન છે. અને તેમણે ખોપડીની માળા ધારણ કરેલી છે. શરીર પર ભસ્મનો લેપ હોય છે. અને કપાળ પર ત્રણ રેખા અંકિત કરેલ છે. જેનો અર્થ થાય છે. અહંકાર,ક્રોધ,માયા કે જેમનાથી બચવાનું છે. શિવજી પાસે ધનુષ્ય અને ત્રિશુલ છે.ત્રિશુલ અદભૂત અને આહલાદક છે.જેમાં માનવીની ત્રણ વિવિધ શકિતનું નિરૂપણ છે.  જેમ કે શારીરિક માનસિક અને આધ્યાત્મિક. જે એક પણ શકિત ક્ષીણ ન થાય તેઓ સામાજીક વ્યવહાર અનિવાર્ય છે.         

શિવજીનાં પુજન અર્ચન માટે શિવરાત્રી અને શ્રાવણ માસનું મહિમા અનન્ય છે. માત્ર 'ઓમ નમઃ શિવાય'મંત્રથી માનવ માત્રના દુઃખો દુર થાય છે. માનવી અનન્ય સુખની પ્રાપ્તિ મેળવે છે. માટેજ તેને મહાદેવ કહેવામાં આવે છે. માટે આપણે સૌ સમાજ જીવનમાં મહાદેવને માહત્મય કરેલ છે. અને આપણે સૌ એક બીજાને મહાદેવ બોલીયે ત્યારે મહાદેવ આપણને અનન્ય ઉર્જા આપે છે. અને આપણે ઉર્જાનો સંચાર પણ કરીએ છીએ.

ભારતના ૧૨ જયોતીર્લીંગ

૧. સોમનાથ જયોતીલીંગ     - પ્રભાસપાટણ (સૌરાષ્ટ્ર)

૨.મલ્લિકાર્જુન જયોતિલિંગ   - શ્રી શૈલ પર્વત (તમિલનાડું)

૩.મહાકાલેશ્વર જયોતિલિંગ  - શિપ્રાનાદી(મધ્ય પ્રદેશ)

૪.ઓમકારેશ્વર જયોતિલિંગ   - નર્મદાનદી કીનારે (મધ્યપ્રદેશ ખંડવા જીલ્લો)

૫. બૈધનાથ જયોતિલિંગ       - પર્લી ગામ (આંધ્રપ્રદેશ)

૬. ભીમાશંકર જયોતિલિંગ    - ભીમાનાદી કીનારે (સહીયાધારી પર્વતમાળા)

૭.રામેશ્વર જયોતિલિંગ        - રામનાથપુરમ (તમિલનાડુ)

૮.નાગેશ્વર જયોતિલિંગ       - દ્રારકા - બેટ (સૌરાષ્ટ્ર)

૯. કાશીવિશ્વનાથ જયોતિલિંગ - વારાણસી (ઉત્ત્।રપ્રદેશ)

૧૦.ત્ર્યંબકેશ્વર જયોતિલિંગ    - નાસીક (મહારાષ્ટ્ર)

૧૧.કેદારનાથ જયોતિલિંગ    -નાગાદ્યીરાજ (હિમાલય પર્વત)

૧૨.ધુશ્મેશ્રર જયોતિલિંગ    - દોલતાબાદ (મધ્ય પ્રદેશ)                          

ડો.રાજેશ એચ  ત્રિવેદી

લાયબ્રેરીયન - પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટ, મો.૯૮૯૮૦૨૭૫૧૪  

(3:04 pm IST)