Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભરણ પોષણના કેસમાં હાઇકોર્ટના હુકમ મુજબ વોરંટની બજવણી નહિ કરતા પી.આઇ.ને. જેલમાં બેસાડવા અરજી

કોર્ટના હુકમની વારંવાર અવગણતા થતા અરજદારના વકીલની અરજી ઉપરથી બીડીવીઝનના પી.આઇ.ઉપર કોર્ટે નોટીસ ઇસ્યુ કરી

રાજકોટ તા. ૯ : ભરણ પોષણની અરજીમાં વોરંટ ન બજાવતાં બી ડીવીઝન પી.આઇ.ને જેલમાં બેસાડવાની અરજી કોર્ટમાં થતા ચકચાર જાગી છે.

અહીના ચંપકનગર સોસાયટીમાં રહેતી પરણીતા અંજનાબેન પોતાના પતી પંકજભાઇ ડોડીયા સામે ભરણ પોષણને લગત કેસ પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફેમીલી કોર્ટમાં કરેલ હતો. અને તેમાં પરણીતા અને સગીર સંતાનના માસીક ૮૦૦૦ ની રકમ અદાલતે પાસ કરેલ હતી જે હુકમ સામે પતી ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં ગયેલ પરંતુ હઇકોર્ટે પતીની અપીલ સ્વીકારેલ ન હતી અને સામાવાળા પતી સામે વોરન્ટ કાઢવાનો હુકમ કરેલ હતો જેથી રાજકોટની ફેમીલી કોર્ટે પતી સામે પકડ વોરન્ટ કાઢેલ છે.

લાંબો સમય થવા છતાં વોરન્ટ ન બજતા પરણીતાના વકીલ શ્રી અંતાણીએ આ બાબતે પોલીસનો ખુલાસો પુછવાની અરજી આપેલ જે મંજુર થયેલ અને જવાબદાર પોલીસ કોન્સટેબલે અદાલતમાં હાજર થઇ અને અદાલતની વોરન્ટની બજવણી ન થવા બાબતે લેખિતમાં માફી માંગેલ હતી જેથી અદાલતે ફરી સામાવાળા પતી ઉપર વોરન્ટ કાઢી અને પોલીસને આપેલ હતું પણ ફરી રાજકોટ પોલીસે વોરન્ટ બજાવવામાં ઢીલ કરતા પરણીતાના વકીલે કેટેઇમ ઓફ કોર્ટની અરજી આપતા બી ડીવીજન પોલીસ મથકના પી.આઇ.એ જાતે અદાતલમાં હાજર થઇ અને વોરન્ટ કેમ બજતુ નથી તેનો ખુલાસો કરવાનો હુકમ અદાલતે કરેલ હતો પણ પી.આઇ.એ. જાતે આવવાને બદલે કોન્સ્ટેબલ મારફતે ખુલાસો મોકલાવી આપેલ હતો આમ પી.આઇ.એ ફરી અદાલતના હુકમનુ પાલન ન કરેલ હતું.

ગુજરાત હાઇકોર્ટનો પતી સામે પકડ વોરન્ટનો હુકમ હોવા છતાં રાજકોટ પોલીસ પતીને પકડવામાં ઉદાસીનતા દાખવતી હોઇ પરણીતાના વકીલ શ્રી અંતાણીએ રાજકોટના બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.સામે કેટેઇમ ઓફ કોર્ટની કાર્યવાહી કરી અને તેને આ કાયદા મુજબ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.ને જેલમાં બેસાડવાની માંગ કરતી અરજી ફેમીલી કોર્ટને આપેલ હતી. અને આ અરજી દલીલ પર આવતા શ્રી અંતાણીએ કાયદાની જોગવાહીઓની લંબાણ પુર્વકની દલીલ કરેલ અને તેમની  તમામ દલલીથી સહમત થ રાજકોટની ફેમીલીકોર્ટે બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.ને કેટેઇમ ઓફ કોર્ટની નોટીસ ઇસ્યુ કરતા પોલીસબેડામાં ચકચાર જાગેલ છે.

ઉપરોકત કામમાં પરણીતા અંજનાબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નીષ્ણાંત એડવોકેટ શ્રી સંદીપ કે .અંતાણી તથા સમીમબેન એમ.કુરેશી રોકાયેલ છે.

(3:02 pm IST)