Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ શહરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્રારા 'સિનિયર પોલીસ અધિકારી દ્વારા પોલીસ કર્મચારી સાથે પરિસંવાદ અને તાલીમ ' કાર્યક્રમ યોજાયો

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય જે અન્વયે સરકારે તા.૧/૦૮/૨૦૨૧ થી તા. ૦૯/૦૮/૨૦૨૧સુધી વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન દિવસની ઉજવણી કરવા નિર્ધાર કરેલ છે. જેમા અલગ અલગ દિવસોના રોજ જન ઉપયોગી સેવાઓને વધુ સઘન બનાવવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમા સરકાર દ્રારા તા.૦૭/૦૮/૨૦૨૧ ના રોજ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તા.૦૭/૦૮/૨૦૨૧ ના રોજ રાજકોટ શહરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારીને સાયબર ક્રાઇમ ઇન્વિેસ્ટીગેશનમાં માર્ગદર્શન મળી રહે તથા તેમના સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તે માટે રામનાથ પરા કોમ્યુનિટી હોલ ખાતે “સિનિયર પોલીસ અધિકારી દ્વારા પોલીસ કર્મચારી સાથે સાયબર ક્રાઇમ બાબતે પરિસંવાદ અને તાલીમનું આયોજન કરવામાં આવેલ

આ કાર્યક્રમની રૂપરેખા જોતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ એહમદ,તથા બાણ લેબના સ્થાપક મૌલેશભાઇ  ઉકાણી તથા ડી.સી.પી. ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર મીણા, ડી.સી.પી. ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની હાજરીમાં રાજકોટ શહરે ના તમામ એ.સી.પી.ઓ તથા તમામ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. તથા અધિકારી-કર્મચારીઓને પોલીસના સિનિયર અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુનાનું  ઇન્વિેસ્ટીગેશન, સાયબર ક્રાઇમના ગુનાનું એવિડન્સ કલેક્શન, ઇન્વિેસ્ટીગેશન દરમિયાન ધ્યાનમાં રાખવાના મદ્દુાઓ તથા ડિજિટલી મદ્દુામાલના કબજે લેતા સમયે શું સાવચેતી રાખવી તથા સાયબર  ક્રાઇમના વિવિધ ઓનલાઇન કોર્ષ બાબતેની માહીતી આપવામાં આવી હતી

(9:18 pm IST)