Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ધર્મેન્દ્ર રોડ પર રાહદારીઓની નજર ચુકવી મોબાઇલ સેરવતો ઇબ્રાહીમ ઉર્ફે શાહરૂખ પકડાયો

એડીવીઝન પોલીસે શખ્સને રૈયાનાકા ટાવર પાસેથી દબોચ્યોઃ સાત ચોરાઉ મોબાઇલ કબ્જે

રાજકોટ તા. ૯ : શહેરના ધર્મેન્દ્ર રોડ વિસ્તારમાં રાહદારીઓની નજર ચુકવી મોબાઇલ સેરવી લેતા શખ્સને એડીવીઝન પોલીસે રૈયાનાકા ટાવર પાસેથી પકડી લીધો છે.

મળતી વિગત મુજબ રૈયાનાકા ટાવર પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ સાથે ઉભો હોવાની એડીવીઝન પોલીસ મથકના કોન્સ જયરાજસિંહ, કોન્સ. હરપાલસિંહને બાતમી મળતા પી.આઇ., સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ તથા હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ, હરપાલસિંહ, રાણાભાઇ રબારી તથા સંજયભાઇ સહિતે રૈયાનાકા ટાવર પાસેથી ઇબ્રાહીમ ઉર્ફે શાહરૂખ અશરફભાઇ મુસા (ઉ.ર૭) (રહે. રૂખડીયાપરા પોપટપરા પાસે) ને ચોરાઉ મોબાઇલ સાથે પકડી લઇ પુછપરછ કરતા બીજા છ મોબાઇલ ફોન મળી આવતા તેની ધરપકડ કરી હતી. ઇબ્રાહીમ ઉર્ફે શાહરૂખ ધમેન્દ્ર રોડ વિસ્તારમા ભીડનો લાભ લઇ રાહદારીઓની નજર ચુકવી મોબાઇલ સેરવી લેતો હોવાનું જાણવા મળ્યું છે.

(4:27 pm IST)