Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજકોટ જીલ્લામાં ઘર વપરાશના વીજ બીલમાં ૨૪૪૬ લાખ રાહત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૯: રાજકોટ જીલ્લામાં વીજ બીલમાં રાહત અંગે રાજકોટ ગ્રામ્યનાં લાખાભાઇ સાગઠીયાના એક પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે તા.૩૧-૧૨-૨૦ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કોરોનાની મહામારીની પરિસ્થિતીમાં રાજકોટ જિલ્લાના ઘર વપરાશના વીજ ગ્રાહકોને વીજ બીલમાં રાહત આપવામાં આવી છે.રાજકોટ જીલ્લાના કુલ ૬૩૭૨૧૬ ઘર વપરાશના વીજ ગ્રાહકોને રૂ.૨૪૪૬.૧૩ લાખની વીજ બીલમાં રાહત આપવામાં આવેલ છે.

(4:22 pm IST)