Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બીનખેતીમાં ર વર્ષમાં બાંધકામ કરી લેવા અંગેની શરતો હાઇકોર્ટે રદ કરતા કલેકટરને વિસ્‍તૃત રજૂઆતો

અપાયેલ શરતભંગ-દંડની નોટીસો પરત ખેંચવા-કેસો બંધ કરવા માંગણી

રાજકોટ તા. ૯: શહેરના આશીર્વાદ હાઇટ્‍સ-૧પ૦ ફુટ રીંગ રોડ પર રહેતા વિજયસિંહ ઝાલાએ કલેકટરને પત્ર પાઠવી બીનખેતી શરતભંગના ચાલતા કેસોમાં ગુજરાત હાઇકોર્ટના ર૦૧૬ના બીનખેતી શરતભંગ અંગે કોઇ દંડ-પ૧ ઉઘરાવવાનો રહેતો નથી, તેવા આપેલ ચૂકાદા ધ્‍યાને લઇ કાર્યવાહી કરવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્‍યું છે કે બીનખેતી શરતભંગમાં ૬ મહિનામાં બાંધકામ શરૂ કરી-ર વર્ષમાં પૂર્ણ કરવાની શરતો મૂકવામાં આવતી હતી તે જોગવાઇઓ રદ્દ કરેલ છે, આથી બાંધકામની મુદત ઠરાવવાનો કોઇ કાયદાકીય આધાર રહેતો નથી.

ઉપરોકત ચૂકાદો હોવા છતાં, બીનખેતી શરતભંગ શાખા દ્વારા શરતભંગ હેઠળ દંડ કરવાનો હુકમ તેમજ નોટીસ આપવામાં આવે છે,

આથી હાઇકોર્ટના ચુકાદાની ગરીમા જાળવી અવહેલતાનો કોઇ પેચીદો પ્રશ્‍ન ઉભો ન થાય તે માટે બીનખેતી શાખા દ્વારા આપવામાં આવેલ નોટીસ તથા ચાલતા કેસો-અપીલો બંધ કરવા રજૂઆત છે.

(3:50 pm IST)