Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઘરેલું હિંસાનો ભોગ બનતા પરિણિતા દ્વારા દિયર, ભત્રીજા વિગેરે સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ, તા.૯: ઘરેલું હિંસાનો ભોગ બનતા ગં.સ્વ.લાભુબેન પોપટભાઇ પીપળીયાએ અત્રેની કોર્ટ સમક્ષ ફરીયાદ કરી હતી.

આ કેસની વિગત ટુંકમાં એવી છે કે, વિધવાબેન ગં.સ્વ.લાભુબેન પોપટભાઇ પીપળીયાને તેમના દિયર કાનજીભાઇ રવજીભાઇ પીપળીયા ભત્રીજા ચીરાગ કાનજીભાઇ પીપળીયા તથા અીભષેક કાનજીભાઇ પીપળીયાએ એક સંપ થઇને અરજદાર નિઃસંતાન હોઇ પ્રથમથી જ કિન્નાખોરી અને ભેદભાવ રાખતા તથા ઘરકામ બાબતે મેણાંટોણા મારતા અને દુઃખ, ત્રાસ આપેલ છે. સામાવાળાઓએ અરજદારના પતિના નામે આવેલ જયહિન્દ વે-બ્રિજ સામે અકીલા બેટરીવાળાની બાજુમાં આવેલ જમીન ચો.વા.આ. ૫૦૦-૦૦ (સુચિત) ઉપર આવેલ સાડી છાપવાનું કારખાનું ભાડાની રકમ ન આપી ગેરકાયદેસર પ્રવેશ કરી પચાવી પાડેલ છે તથા રણછોડનગર કો-ઓપ.હાઉસીંગ સોસાયટી લી.ના પ્લોટ નં.૧૦૩-બી ની જમીન ચો.વા.આ.૨૦૦-૦૦ ઉપર આવેલ મકાનમાં અરજદારનો સીધી લીટીના વારસદાર દરજજે રહેલો અવિભાજય હિસ્સો ડુબાડી આ મિલ્કતનો છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી પોતાના નામે બક્ષીસ દસ્તાવેજ બનાવી લીધેલ છે. અને અરજદારને પહેરેલ કપડે ઘરમાંથી ઢીકાપાટુનો માર મારી કાઢી મુકેલ છે. અને ભાડાના એક સીંગલ રૂમમાં રહેવા મજબુર કરેલ છે. જેથી અરજદાર ગં.સ્વ.લાભુબેન પોપટભાઇ પીપળીયાએ ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કલમ મુજબ કોર્ટમાં અરજી કરેલ છે. અરજદાર તરફે વિ.વકીલ શ્રી ધર્મેશ યુ.વકીલ તથા જીતેન્દ્ર પી. મારૂ રોકાયેલ છે.

(3:09 pm IST)