Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભાજપની સભાને છૂટ અને ડાકોર-દ્વારકાધીશનાં દર્શન બંધ

કોરોનાના નામે સરકારે પ્રજાને બાનમાં લેવી ન જોઇએઃ રણજીત મુંધવા

રાજકોટ તા. ૯ :.. લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં પ્રતિક એવા ભગવાન દ્વારકાધીશ ત્થા ડાકોરનાં મંદિરનાં દર્શન બંધ કરી દેવાતા દ્વારકાધીશનાં અનન્ય ભકત અને કોંગ્રેસનાં અગ્રણી રણજીત મુંધવાએ આ બાબતે સરકારની બેધારી નીતિ હોવાનાં આક્ષેપો કર્યા છે.

રણજીત મુંધવાએ દ્વારકાધીશ ત્થા ડાકોરનાં દર્શન બંધ કરી દેવાનાં નિર્ણય અંગે નિવેદન આપતાં જણાવ્યું છે કે, કોરોના ગાઇડ લાઇનનાં નામે સરકારે હવે ભગવાનનાં દર્શન કરવાનું પણ દુર્લભ કરી નાખ્યુ છે.

તેઓએ અંતમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ વખતે ભાજપ સરકાર જાહેર સભામાં હજારોની મેદની એકત્રીત કરે છે. ત્યારે કોરોનાની ચિંતા સરકારને નથી હોતી.

બંગાળમાં વડાપ્રધાનની સભામાં હજારો લોકોને એકત્રીત કરવાની છૂટ અને દ્વારકાધીશ - ડાકોરનાં દર્શન માટે કોરોનાં ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરી અને દર્શન કરનારા ભાવિકો માટે દર્શન બંધ કરી દેવા એ કયાંનો ન્યાય કહેવાય ....?

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિવરાત્રીનાં મેળો અને ધુળેટીનાં ધાર્મિક મેળાનું મહત્વ અત્યંત વધુ હોય છે.

ત્યારે સરકારે કોરોનાનાં નામે પ્રજાને બાનમાં ન લેવી જોઇએ. તેમ અંતમાં શ્રી મુંધવાએ જણાવ્યું છે.

(3:04 pm IST)