Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રાજકોટના મવડી રોડ પર બસ સ્ટેન્ડ માં આગ:માલવીયાનગર પોલિસ મથક ની બાજુમાં આવેલા બસ સ્ટોપ માં આગ ભભૂકી

રાજકોટ :શહેરના માવડી રોડ પર બસ સ્ટેન્ડમાં આગ લાગી છે માલવીયાનગર પોલીસ મથકની બાજુમાં આવેલ સીટી બસ સ્ટેન્ડ માં અગમ્ય કારણોસર લાગી આગ લાગી હતી ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાની ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

(9:16 am IST)
  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST