Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વેરા સામે વાંધાનો ર૪ કલાકમાં જ નિકાલ થશેઃ ત્રણેય ઝોન કચેરીમાં ખાસ સેલ

એપ્રિલમાં કરદાતાઓ રાહત યોજનાનો લાભ લઇ શકશે : મ્યુ કમિશનર

રાજકોટ : કાર્પેટ વેરાની ચકાસણીમાં જે મિલ્કત ધારકો તેના મકાન વેરા સામે વાંધા અરજી રજૂ કરશે તેનો ર૪ કલાકમાં જ નિકાલ કરવાની વ્યવસ્થા ત્રણેય ઝોન કચેરીએ રાખવામાં આવશે અને આ માટે ખાસ સેલને કામગીરી અપાશે જેની તાત્કાલીક ફેર આકારણી, માપણી વગેરે કાર્યવાહી કરી કરદાતાનો અન્યાય દૂર કરી શકશે. ટૂંકમાં વાંધા અરજી કરનાર કરદાતા પણ એપ્રિલ મહિનામાં એડવાન્સ વેરો ભરીને વેરામાં રાહતની યોજનાનો લાભ લઇ શકશે તેવી ખાત્રી કમિશ્નર શ્રી બંછાનિધી પાનીએ ઉચ્ચારી છે

(4:31 pm IST)